Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો:એસઓજી ટીમે પીપળીયા ચાર રસ્તા પાસેથી 5 હજારનો તમંચો જપ્ત કર્યો

    8 hours ago

    મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસેથી મોરબી એસઓજી ટીમે એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે પકડ્યો છે.એસઓજી સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે મળેલી બાતમીના આધારે પીપળીયા ચાર રસ્તા પર આવેલા મધુરમ ક્લિનિક સામે રોડ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઈ રાઠોડને પકડવામાં આવ્યો હતો. તે હાલ નિરૂબેનનગર, પીપળીયા ચાર રસ્તા, તા. માળિયા (મિ.)નો રહેવાસી છે.પોલીસે તેની પાસેથી 5,000 રૂપિયાની કિંમતનો એક દેશી તમંચો જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-B) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હળવદથી 6 લાખના દાડમ ભરેલી ટ્રક ગાયબ:ગોરખપુર પહોંચાડવાના 12 ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગુમ, માલિક-ચાલકે ફોન બંધ કર્યા
    Next Article
    વેરાવળ રેડ ક્રોસે ઈકો-ફ્રેન્ડલી ગૌમય ગણપતિજીની સ્થાપના કરી:૫૬ ભોગ ધરાવાયા, સપ્તરંગ મ્યુઝિક ગ્રુપે આરાધના કરી; વિસર્જન પાણીની ટાંકીમાં થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment