Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પપ્પા, સ્વર્ગમાંથી પણ અમને આશીર્વાદ આપી રહ્યા છે':પિતા વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે પુત્રનું ભાવુક નિવેદન, રાજકારણમાં જોડાવાને લઈ શું કહ્યું?

    6 days ago

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાને યાદ કરતાં ભાવુક નિવેદન આપ્યું હતું અને સાથે જ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.રાજકારણમાં જોડાવાના સવાલ પર પણ ઋષભે મહત્વની વાત કરી હતી. પ્લેનક્રેશમાં મૃત્યુ પામે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, તેમના પિતા સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા તમામ 270 મૃતાત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. સાથે જ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ પરિવારો પ્રત્યે પ્રેમ અને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “એક વર્ષ ક્યારે પસાર થઈ ગયું તેની ખબર જ નથી પડી. સમય સૌથી ઝડપી પ્રવાહી છે. પિતાની હૂંફ અને છત્રછાયા જ્યારે માથા પરથી જતી રહે ત્યારે જે ખાલીપો અને તાપ અનુભવાય છે તે ખૂબ આકરો હોય છે. છતાં મને વિશ્વાસ છે કે પપ્પા આજે પણ સ્વર્ગમાંથી અમને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે. તેમના વિચારો, આદર્શો અને મૂલ્યો દ્વારા અમે તેમને જીવંત રાખીશું અને તેમના વિચારોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રકલ્પ શરૂ કરવા જઈ રહ્યા છીએ.” તપાસ એજન્સીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી તપાસનો સત્તાવાર રિપોર્ટ જાહેર ન થતાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, તપાસ હાલમાં ચાલુ હોવાથી આ મુદ્દે ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, “તપાસ એજન્સીઓ, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ભારત સરકારની તમામ સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે. અમને તેમની કામગીરી પર સંપૂર્ણ શ્રદ્ધા છે અને તપાસનું પરિણામ ચોક્કસ આવશે. સૌએ આ એજન્સીઓને સહયોગ આપવો જોઈએ.” 'દુર્ઘટના સ્થળે વિકાસકાર્યો થાય તો પપ્પા પણ રાજી થાય' જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં સરકાર દ્વારા ભવિષ્યમાં બિલ્ડિંગ નિર્માણની ચર્ચા અંગે તેમણે જણાવ્યું કે, સરકારના નિર્ણય પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરંતુ જો ત્યાં વિકાસના કામો થાય, બાળકોને સારી શૈક્ષણિક સુવિધાઓ મળે અને લોકો માટે ઉત્તમ વ્યવસ્થાઓ ઉભી થાય તો તે સ્વ. વિજય રૂપાણી માટે પણ ગૌરવની બાબત ગણાશે. જોકે હાલ આ મુદ્દો વિચારાધીન હોવાથી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી અસ્થાને હોવાનું તેમણે ઉમેર્યું. 'વિજય રૂપાણીનો વારસો રાજકીય નહીં, સંગઠનનો વારસો' પોતે રાજકારણમાં પ્રવેશ કરશે કે વિજય રૂપાણીનો રાજકીય વારસો આગળ વધારશે તેવા સવાલના જવાબમાં ઋષભ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ “રાજકીય વારસા”ની કલ્પનાથી સહમત નથી. તેમણે જણાવ્યું કે, “વિજયભાઈ સંગઠનના માણસ હતા. વિજયભાઈ એટલે પાર્ટી અને અનુશાસન. તેમનો વારસો કોઈ એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી. ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓ અને સંગઠનની મજબૂતાઈ જ તેમનો સાચો વારસો છે. આજે ભાજપ જ્યાં સંગઠન મજબૂત બનાવી રહી છે, તે પણ વિજયભાઈના યોગદાનનો જ ભાગ છે.” પંજાબમાં ભાજપના સંગઠન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, “વિજયભાઈએ પંજાબમાં પ્રભારી તરીકે કામ કર્યું હતું અને આજે ત્યાં ભાજપના મૂળ વધુ મજબૂત બની રહ્યા છે. મને વિશ્વાસ છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે. એ પણ વિજયભાઈના વારસાનું જ પ્રતિબિંબ છે.”
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપરમાં ખેતરોમાં વીજપોલ નાખવા મુદ્દે વિરોધ:પોલીસે ખેતરોમાંથી હટાવાતા ખેડૂતોએ અણિયારી ચોકડી પર હાઈવે ચક્કાજામ કર્યો
    Next Article
    માંગરોળ-કેશોદ હાઈવે પર સામાન્ય પવનમાં વડનું ઝાડ ધરાશાયી:5 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી, રસ્તો ખુલ્લો કરવા યુદ્ધના ધોરણે કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment