Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપરમાં ખેતરોમાં વીજપોલ નાખવા મુદ્દે વિરોધ:પોલીસે ખેતરોમાંથી હટાવાતા ખેડૂતોએ અણિયારી ચોકડી પર હાઈવે ચક્કાજામ કર્યો

    1 week ago

    મોરબીના જેતપર ગામે વીજપોલ સ્થાપિત કરવાના વિરોધમાં ખેડૂતો અને મહિલાઓને તેમના ખેતરમાંથી હટાવવામાં આવતા તણાવ સર્જાયો હતો. આ ઘટનાના વિરોધમાં ખેડૂતોએ અણિયારી ચોકડી પાસે કચ્છ-અમદાવાદ હાઈવે ચક્કાજામ કર્યો હતો. ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને આ માટે પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને વળતરની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખેડૂતોની માંગ છે કે પહેલા વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવામાં આવે. મંગળવારે બપોરે, કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસની હાજરીમાં વીજપોલ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે ખેડૂતો અને મહિલાઓ કામ અટકાવવા માટે તેમના ખેતરે પહોંચ્યા હતા. પોલીસે બળપ્રયોગ કરીને ખેતરમાં હાજર મહિલાઓ અને ખેડૂતોને ડિટેઇન કર્યા હતા અને તેમને ખેતરમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતોએ કચ્છ-અમદાવાદ હાઈવે પર અણિયારી ચોકડી પાસે રસ્તો ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ડિટેઇન કરાયેલા ખેડૂતો અને મહિલાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તો ખોલવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ કામગીરી ચાલી રહી છે અને અગાઉ પણ જેતપર ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. તે સમયે પણ ખેડૂતોને ડિટેઇન કરાતા રોડ ચક્કાજામ કરાયો હતો. બાદમાં ખેડૂતોને મુક્ત કરાયા પછી રસ્તો ખોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વળતરની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સભા પણ યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    કરમસદ-આણંદમાં PM સ્વનિધિ યોજનાના લોક કલ્યાણ મેળાનું આયોજન:નાના ફેરિયાઓ અને શ્રમિકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય, જૂનભર અભિયાન
    Next Article
    'પપ્પા, સ્વર્ગમાંથી પણ અમને આશીર્વાદ આપી રહ્યા છે':પિતા વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે પુત્રનું ભાવુક નિવેદન, રાજકારણમાં જોડાવાને લઈ શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment