Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજાર ખાતે સંસ્થાની જનરલ કારોબારી મીટિંગમાં વિવિધ નિર્ણયો સર્વાનુમતે લેવાયા:ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા લોરિયા ગામે સંસ્થાની જમીન પર હોસ્પિટલ બનાવાશે

    11 hours ago

    અંજાર ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટની ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ-ગુજરાત પ્રદેશ તથા ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ-કચ્છ સાથે સંસ્થાની યુવા સમિતિ, આરોગ્ય સમિતિ, શિક્ષણ સમિતિ, કાનૂની સમિતિ અને દીની સમિતિના સભ્યોની કારોબારી મીટિંગ સૈયદ અનવરશા બાપુના અધ્યક્ષ સ્થાને અંજારમાં યોજાઈ હતી. શરૂઆત તિલાવત-એ-કુરઆનથી હાફીઝ રેહાન દ્વારા કરાઈ હતી. બાદમાં ગત મીટિંગના એજન્ડાનું વાંચન સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા દ્વારા કરાયું અને તેના પર થયેલ કામની ચર્ચા કરાઈ હતી. મીટિંગમાં સૌથી મહત્વનો વિષય સંસ્થા સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ જે હાલ ભુજ તાલુકાના ઝુરા ગામે કાર્યરત છે. તેને તાલુકાના લોરિયા ગામે નિર્માણ કાર્યને વેગ આપવાનો હતો. બાદમાં કચ્છમાં મેડિકલ કેમ્પના આયોજન અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ હતી. સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ કેન્દ્રોના ખર્ચ અને નવા કેન્દ્રો શરૂ કરવા, કચ્છમાં નવું શૈક્ષણિક સ્કૂલ ઉભું કરવા, વ્યસન મુક્તિ અભિયાન તથા વ્યાજખોરી વિરોધી સેમિનાર, મહિલા જાગૃતિ સેમિનાર, વકફ બોર્ડની હેલ્પલાઈનને મજબૂત બનાવવા, ખાતુન મેરેજ બ્યુરો સાથે પસંદગી-પરિચય મેળા, વિના કસુરે જેલ ભોગવતા લોકો માટે વકીલની વ્યવસ્થા, આસાન નિકાહ કાર્યક્રમ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. ઉપરાંત શૈક્ષણિક જાગૃતિ સેમિનારોનું આયોજન, રોજગાર ઈચ્છુક યુવાઓને મદદરૂપ થવા, સમાજ વિરોધી દુષણો સામે જાગૃતિ ફેલાવવા, સમાજ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા સરકારી તંત્રને મદદરૂપ થવા તેમજ બહેન-દીકરીઓને દીની તાલીમ સાથે જોડવા સહિતના મુદ્દા પર ચર્ચા-વિચારણા કરી જરૂરી નિર્ણયો લેવાયા હતા. સંસ્થાને મજબૂત બનાવવા માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પ્રતિનિધિઓની નિમણૂક કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. સભાસદોએ વિવિધ સૂચનો મૂક્યા જેના પર ચર્ચા થઈ હતી. મીટિંગમાં હબીબશા સૈયદ, શાહનવાઝ શેખ, અશરફ પાસ્તા, સાદીક રાયમા, હારૂન કુંભાર, રમજાન બાયડ, સુલતાન આગરીયા, સાબિર કુરેશી, અબ્દુલવહાબ સમેજા, અબ્દુલફરીદ ખાન, ફકીરમામદ રાયસી, હયાત નોડે, અશરફ સમેજા, રજાક કુંભાર, આદમ ખલીફા, અબ્દુલ આગરીયા, હુશેન આગરીયા, જુસબ આગરીયા, રજાક અગરિયા, અશરફ કલર, સુલેમાન સમેજા, અમન રાયમા, હમઝા તુરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમ ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ પ્રવક્તા સૈયદ જલાલશાએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો માટે એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થા કરી:રાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફ્લાઇટમાં ખામી મુસાફરોએ બે કલાક એરપોર્ટ પર બેસવું પડ્યું
    Next Article
    પ્રશ્નોનું નિરાકરણ ન આવતા પેનડાઉન અને કામગીરી બંધ રાખી:કચ્છના લેન્ડ રેકર્ડ વર્ગ-૩ના કર્મીઓની 21મીથી અચોકસ મુદ્દતની હડતાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment