Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો માટે એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થા કરી:રાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફ્લાઇટમાં ખામી મુસાફરોએ બે કલાક એરપોર્ટ પર બેસવું પડ્યું

    11 hours ago

    રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે એક મોટી ટેક્નિકલ ક્ષતિના કારણે દિલ્હી જતી ફ્લાઇટ અટવાઈ પડી હતી. ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઇટ સવારે 7:55 કલાકે રાજકોટ લેન્ડ થયા બાદ મુસાફરોને બોર્ડિંગ કરાવવામાં આવ્યું હતું, પરંતુ ટેક-ઓફ પહેલાં જ પાઇલોટને વિમાનમાં યાંત્રિક ગડબડ હોવાનું ધ્યાને આવતાં સુરક્ષાના ભાગરૂપે તમામ 140 મુસાફરને તાત્કાલિક નીચે ઉતારી દેવાયા હતા. આ અચાનક નિર્ણયથી પ્રવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. વિમાનમાંથી નીચે ઉતારી દેવાતાં મુસાફરોએ એરપોર્ટ પર ભારે વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને જે મુસાફરોને દિલ્હીથી આગળ અન્ય જગ્યાની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી, તેમણે તાત્કાલિક બીજી ફ્લાઇટની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ થાળે પાડવા માટે એરલાઇન તંત્રે કનેક્ટિંગ ફ્લાઇટવાળા પ્રવાસીઓને મુંબઈ થઈને દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરી હતી. બીજી તરફ, સમયસર પહોંચવા માટે કેટલાક મુસાફરો પોતે ટેક્સી બાંધીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. ઈન્ડિગોની ટેક્નિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી શરૂ કરી હતી.આશરે બે કલાકના સમારકામ બાદ વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો ઓકે રિપોર્ટ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ તમામ મુસાફરોને ફરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.આ ફ્લાઇટ આખરે સવારે 11:30 કલાકે દિલ્હી માટે રવાના થઈ હતી. પ્રવાસીઓ નિર્ધારિત સમય કરતાં અંદાજે 3:30 કલાક મોડા પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારે ગ્રાન્ટ ટ્રાન્સફર કરવાની સૂચના આપી:ચરખા બ્રિજના રૂપિયા 188 કરોડ કટારિયા બ્રિજમાં વાપરી નખાયા
    Next Article
    અંજાર ખાતે સંસ્થાની જનરલ કારોબારી મીટિંગમાં વિવિધ નિર્ણયો સર્વાનુમતે લેવાયા:ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા લોરિયા ગામે સંસ્થાની જમીન પર હોસ્પિટલ બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment