Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે ગ્રાન્ટ ટ્રાન્સફર કરવાની સૂચના આપી:ચરખા બ્રિજના રૂપિયા 188 કરોડ કટારિયા બ્રિજમાં વાપરી નખાયા

    11 hours ago

    રાજકોટના ઇસ્ટ ઝોન વિસ્તારમાં વધુ એક પર્યટક સ્થળ બનાવવા લાલપરી તળાવને ડેવલપ કરી નેશનલ હાઇવેથી ઝૂ સુધી ચરખા બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરી સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવેલી, પરંતુ આજ સુધી કામ ચાલુ ન થતાં તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, ચરખા બ્રિજની ગ્રાન્ટ કટારિયા સર્કલના આઇકોનિક બ્રિજમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. લાલપરી તળાવને ડેવલપ કરવા માટે અન્ય આકર્ષણોની સાથે અમદાવાદના અટલ બ્રિજ જેવો ચરખા બ્રિજ બનાવવાનો નિર્ણય લઈ સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી, પરંતુ તે સમયે કટારિયા સર્કલ ઉપર બ્રિજ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને તેની ગ્રાન્ટ પણ માગવામાં આવી હતી. આથી સરકારે તે સમયે કટારિયા બ્રિજને અગ્રતા આપી ચરખા બ્રિજની ગ્રાન્ટ કટારિયા બ્રિજમાં વાપરી નાખવાની સૂચના આપી હતી. અને આજે કટારિયા બ્રિજનું કામ અડધું પૂરું પણ થઈ ગયું છે, પરંતુ ચરખા બ્રિજ પ્રોજેક્ટ અધ્ધરતાલ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજ માટે જમીન યોગ્ય ન હોવાનું તારણ લાલપરી તળાવના ચરખા બ્રિજની ગ્રાન્ટ કટારિયા બ્રિજમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જેનું કારણ સરકારે દર્શાવ્યું છે જે મુજબ લાલપરી તળાવમાં સોલ્ડ ટેસ્ટિંગમાં જમીનમાં પાણીનો ભાગ જોવા મળ્યો છે. તેમજ ભીની માટી ઊંડે સુધી હોવાથી બ્રિજ બનાવવો અસંભવ છે. તેવું જણાવી સરકારે ગ્રાન્ટ અન્ય બ્રિજમાં વાપરવાની સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના એડવાન્સ બુકિંગમાં મોટા ભાગની ટ્રેન અત્યારથી હાઉસફુલ:ભક્તિનગર રેલવે સ્ટેશન પર ઓનલાઇન પેમેન્ટ ન લેવાના મનસ્વી નિર્ણયથી મુસાફરો રઝળી પડ્યા
    Next Article
    કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો માટે એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થા કરી:રાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફ્લાઇટમાં ખામી મુસાફરોએ બે કલાક એરપોર્ટ પર બેસવું પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment