Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવાય:ગુણવત્તા સાથે સમજૂતી કરનાર સામે કડક કાર્યવાહીની પ્રમુખની ચેતવણી

    10 hours ago

    ડાંગ જિલ્લાના પ્રજાજનોના પ્રશ્નો અને વિકાસ કામોમાં થતી ગેરરીતિઓ સામે જિલ્લા પંચાયત તંત્ર હવે આક્રમક મૂડમાં નજરે પડી રહ્યું છે. સુબીર તાલુકાના કાકશાળા ગામે નવી નિર્માણ પામી રહેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા હતા. આ મુદ્દો ચર્ચાસ્પદ બનતાં, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખે તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ સ્થળ તપાસ હાથ ધરી હતી. ડાંગ જિ.પં. પ્રમુખ રાજેશભાઈ ગામીતની આ ઓચિંતી સ્થળ મુલાકાતથી સંબંધિત વિભાગો અને કોન્ટ્રાક્ટરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પવાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઈ હિલિમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ શાળાના નવનિર્માણ પામી રહેલા બિલ્ડિંગની બારીકાઈથી ચકાસણી કરી હતી અને બાંધકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા તપાસી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન બાંધકામમાં અનેક કમીઓ, નબળાઈઓ અને ગેરરીતિઓ છતી થતાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારે રોષે ભરાયા હતા. તેમણે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના ઘટનાસ્થળેથી જ ટેલિફોનિક સંપર્ક સાધી સંબંધિત કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ક્લાસ લીધો હતો. પ્રમુખે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપી હતી કે અત્યાર સુધીમાં જે પણ હલકી ગુણવત્તાવાળું અને નબળું બાંધકામ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે. સાથોસાથ સરકારી નિયમો અને ધોરણો અનુસાર જ નવેસરથી ગુણવત્તાસભર કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રમુખની આ કામગીરીને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ પણ આવકારી છે. નબળી કામગીરી કે ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય આ શાળા આપણી આવનારી પેઢી અને નાના ભૂલકાઓના ભવિષ્યનું નિર્માણસ્થળ છે. બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરતી આવી કોઈપણ નબળી કામગીરી કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારી ગુણવત્તા સાથે સમજૂતી કરશે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. > રાજેશભાઈ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ, ડાંગ.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:વિદ્યાર્થીઓને મળતા ભોજનની ગુણવત્તા સુધાવરા સતત સપ્રાઇઝ ચેકિંગ આવશ્યક
    Next Article
    શાસકો પણ નબળા પડ્યા:શટડાઉનને મનપાએ ગંભીરતાથી ન લેતા વોર્ડ 10, 11, 13માં 4 દી’ પાણી બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment