Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાસકો પણ નબળા પડ્યા:શટડાઉનને મનપાએ ગંભીરતાથી ન લેતા વોર્ડ 10, 11, 13માં 4 દી’ પાણી બંધ રહેશે

    10 hours ago

    મનપાએ સતત છ દિવસ તબક્કાવાર તમામ 18 વોર્ડમાં પાણીકાપ ઝીંક્યો છે, પરંતુ વોર્ડ નંબર 10,11,13માં સતત ચાર દિવસ અમુક વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે તેવું જાહેર કરાયું છે. શટડાઉનને મનપાએ ગંભીરતાથી ન લેતા હવે વોર્ડ નં. 10, 11, 13માં સતત ચાર દિવસ લોકોને પાણીનહીં મળે. મનપાએ પાણીકાપ અંગે જણાવ્યું કે, નર્મદા પાઈપલાઈન આધારિત પમ્પિંગ સ્ટેશનો પર (એનસી-32, 33 તથા 34) મેન્ટેનન્સની કામગીરી સબબ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા આગામી તા.18/09/2026થી તા.20/09/2026 સુધીનું શટડાઉન રાખવામાં આવેલ હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના બેડી ડબલ્યુ ટી પી, ન્યારા ઓફટેક પમ્પિંગ સ્ટેશન તથા કોઠારિયા ખાતે નર્મદાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે નહીં. આ પ્રકારની સૂચના હોવા છતાં તંત્રએ આગોતરું આયોજન ન કર્યું જેના લીધે પાણીકાપ મુકાયો છે. ક્યા દિવસે ક્યાં પાણીકાપ તા.18 સપ્ટેમ્બરે વોર્ડ નંબર 1, 3, 7, 9, 10, 11, 12, 13, 14, 2, 4, 5, 6, 15ના 150 ફૂટ રિંગ રોડ આધારિત વિસ્તારો સહિત રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, ગુલમહોર રેસિડેન્સી, ગુણાતીતનગર, તુલસી પાર્ક, ગોલ્ડન પાર્ક, હરિનગર અને અન્ય વિસ્તારો પાણી વિતરણથી અસરગ્રસ્ત રહેશે. તા.19 સપ્ટેમ્બરે સોજીત્રાનગર, ચંદ્રેશનગર હેડ વર્કસ, ગુરુકુળ ઢેબર રોડ, લાલબહાદુર, રૈયાધાર આધારિત તથા 150 ફૂટ રિંગ રોડ સપ્લાય અને પમ્પિંગ સ્ટેશન આધારિત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તા. 20 સપ્ટેમ્બરે વોર્ડ નંબર 1,3, 10, 11, 12, 8, 3, 2, 7, 13, 14, 17, 18, 6, 15ના ઘંટેશ્વર, વિનોદનગર હેડ વર્કસ, જેટકો ફિલ્ટર પ્લાન્ટ, ન્યારી ફિલ્ટર, બજરંગવાડી, ગુરુકુળ ગોંડલ રોડ તથા જિલ્લા ગાર્ડન વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તા.21 સપ્ટેમ્બરે વોર્ડ નંબર 9, 10, 11, 8, 13, 12, 2, 3, 18ના રૈયાધાર આધારિત, 150 ફૂટ રિંગ રોડ સપ્લાય તથા પમ્પિંગ સ્ટેશન સપ્લાય અને મવડીના સવારના વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. શાસકો પણ નબળા પડ્યા GWILએ શટડાઉન સંદર્ભે આગોતરી જાણ કરી દીધી હતી. પણ મનપાના અધિકારીઓએ આળસુ વૃત્તિ દાખવી કોઈ આગોતરું આયોજન કર્યું ન હતું. બીજી બાજુ સવાલ એ ઉઠે છે કે, રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓને પણ આ અંગે જાણ ન હતી? અને જો તેઓને જાણ હતી તો શહેરના લોકો સતત ચાર દિવસ સુધી પીવાના પાણી માટે ટળવળશે તેનો ખ્યાલ ન હતો? જ્યારે પણ GWILનું શટડાઉન હોય છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાતી નથી કારણ કે, તેના માટેનું કોઈ આયોજન જ નથી કે પાણીકાપ હોય ત્યારે લોકોને પાણી કેવી રીતે પહોંચાડવું. પાણી નહીં મળે તો વેરો ન ભરવાની ચીમકી પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ 5માં મહિલાઓનો ગાગર વગાડી વિરોધ રાજકોટ | મનપા દ્વારા છ દિવસ સુધી અલગ અલગ વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ ઝીંકવામાં આવ્યાના પહેલાં જ દિવસે વોર્ડ નંબર 5માં મહિલાઓમાં રોષ જાગ્યો છે અને રોડ પર એકઠાં થઇને ખાલી ડોલ અને ગાગર વગાડીને વિરોધ કરી વોર્ડના અનેક વિસ્તારોમાં ઘણાં સમયથી પૂરતું પાણી નહીં મળતું હોવાનો આક્ષેપ સાથે આ સમસ્યા કાયમ માટે દૂર નહીં થાય તો વેરો ભરવાનું બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. વોર્ડના શિવમનગર વિસ્તારની મહિલાઓએ એકત્ર થઇને ડોલ, ગાગર વગાડીને વિરોધ કર્યો હતો. મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, પાણીકાપ હોય કે ન હોય અમારા વિસ્તારમાં પાણી આવતું જ નથી. જો આવે તો પણ 5થી 10 મિનિટ જ આવે છે અને તેમાં પ્રેશર હોતું નથી. હજી ચોમાસું ચાલે છે. છતાં પાણી મળતું નથી, તો ઉનાળામાં શું હાલત થશે? અનેક પરિવારો મજૂરી કરીને સમયસર વેરો ભરે છે છતાં અમને પ્રાથમિક સુવિધા નથી મળતી. હવે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે વેરો ભરવાનું બંધ કરવામાં આવશે. મહિલાઓએ જણાવ્યું હતું કે, દરરોજ સવારે 5:30 વાગ્યે એક સરખા સમયે ઓછામાં ઓછી 30 મિનિટ પૂરતા પ્રેશરથી અમને પાણી આપવામાં આવે તેવી માગણી છે. શિવમનગરમાં પાંચ વર્ષથી પાણીની સમસ્યા હોવાની રજૂઆત અનેક વખત કરવામાં આવી છે. પાણીનો ફોર્સ ધીમો આવે છે. આ વિસ્તારમાં સમયપત્રક મુજબ પાણી આવતું નથી. ક્યારેક રાત્રે 3 વાગ્યે તો ક્યારેક 4 અને 5 વાગ્યે પાણી આપવામાં આવે છે. પાણીકાપના પ્રથમ દિવસે જ વિરોધ થતા તંત્ર દોડતું થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવાય:ગુણવત્તા સાથે સમજૂતી કરનાર સામે કડક કાર્યવાહીની પ્રમુખની ચેતવણી
    Next Article
    DGFTનો તઘલખી નિર્ણય:DGFTનું નવું સેન્ટ્રલાઇઝ્ડ ફોર્મેટ લાગુ થતાં રાજકોટ સહિતના એક્સપોર્ટરોને દરેક કામ અને ભૂલ સુધારવા દિલ્હીના ધક્કા થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment