Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGFTનો તઘલખી નિર્ણય:DGFTનું નવું સેન્ટ્રલાઇઝ્ડ ફોર્મેટ લાગુ થતાં રાજકોટ સહિતના એક્સપોર્ટરોને દરેક કામ અને ભૂલ સુધારવા દિલ્હીના ધક્કા થશે

    10 hours ago

    ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે (DGFT) ‘ફેસલેસ ટ્રેડ ફેસિલિટેશન’ના નામે સેન્ટ્રલ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ (CPD) નવી દિલ્હી ખાતે શરૂ કરવાનો પરિપત્ર જારી કરાતાં રાજકોટ સહિત સમગ્ર દેશના નિકાસકારો અને MSME સાહસિકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડીજીએફટીએ 14 સપ્ટેમ્બરે જારી કરેલા સત્તાવાર આદેશ મુજબ, દેશભરની રીજનલ ઓથોરિટીમાંથી જોઈન્ટ ડીજીએફટીથી માંડીને સેક્શન હેડ કક્ષાના 53 જેટલા અધિકારીઓની સામૂહિક બદલી નવી દિલ્હી સીપીડી ખાતે કરી દેવામાં આવી છે. ડીજીએફટીના આ નિર્ણયના કારણે હવે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ સંબંધિત તમામ પ્રકારની ઓથોરાઇઝેશન અરજીઓ માત્ર દિલ્હીથી જ પ્રોસેસ થશે. પરિણામે રાજકોટ, અમદાવાદ સહિત દેશભરમાં આવેલી 24 જેટલી રીજનલ કચેરીઓ માત્ર નામ પૂરતી રહી જશે અને વેપારીઓને તમામ કામ ઉપરાંત ટેક્નિકલ ભૂલ સુધારવા કે ક્વેરી સોલ્વ કરાવવા પણ દિલ્હી સુધીના ધક્કા થશે. જેનાથી નવા અને નાના ઉદ્યોગકારો પર સમય અને આર્થિક ખર્ચનો મોટો બોજ વધશે. ડીજીએફટીના આ નિર્ણયથી ગુજરાતની 7500 સહિત દેશની 22000થી વધુ ઇપીસીજી અને 4500 સહિત દેશની 25000થી વધુ એડવાન્સ ઓથોરાઇઝેશન અરજીઓની કામગીરી ઘોંચમાં પડશે અને ખાસ્સો સમય પણ થશે. પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ અને બ્રાસ પાર્ટ્સના ઉદ્યોગપતિઓને સમસ્યાનો સામનો કરવો પડશે રાજકોટ | પ્લાસ્ટિક, મશીન ટુલ્સ, ઓટો પાર્ટ્સ, સબમર્સિબલ પંપ, કાસ્ટિંગ અને મોરબી સિરામિક જેવા મોટા ઔદ્યોગિક ક્લસ્ટર્સ ધરાવે છે. દરેક ક્ષેત્રની નિકાસ અને ઇનપુટ મટીરીયલના માપદંડો અલગ હોય છે. સ્થાનિક સ્તરે વર્ષોથી કામ કરતા અધિકારીઓ સ્થાનિક ઔદ્યોગિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. જ્યારે દિલ્હીમાં બેઠેલા કેન્દ્રીય અધિકારીઓ પાસે સ્થાનિક ગ્રાઉન્ડ રિયાલિટીની સમજ ન હોવાથી નાની બાબતોમાં અસંખ્ય ક્વેરીઓ કાઢશે, જેનો જવાબ આપવામાં જ નાના એક્સપોર્ટરો થાકી જશે. સૌથી મોટી બાબત એ છે કે, આખી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એડવાન્સ ઓથોરાઇઝેશન પર નભે છે. જેમાં વિદેશથી પ્લાસ્ટિકના દાણા મગાવવાના કે સ્થાનિક કંપનીઓ પાસેથી પ્લાસ્ટિકના દાણા ખરીદવાના હોય એડવાન્સ ઓથોરાઇઝેશન અરજીઓ મંજૂર કરાવ્યા બાદ જ તેની ખરીદી કરી શકાય છે. આ માટેની અરજી થયા બાદ જો તાત્કાલિક નિર્ણય ન લેવાય અને અરજી મંજૂર થવામાં સમય લાગે તો પ્લાસ્ટિકના દાણાની માર્કેટમાં દરરોજ મોટી ઉથલપાથલ થતી હોય સોદા કેન્સલ થવાની અને આયાતકારો-નિકાસકારો વચ્ચે વ્યાપારિક વિવાદ થવાની શક્યતા છે. વેપારીઓની 4 મુખ્ય માગણી 1 નિર્ણય પર તાકીદે રોક: સેન્ટ્રલ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ (CPD)નો નિર્ણય જ્યાં સુધી તમામ હિતધારકો સાથે ચર્ચા ન થાય ત્યાં સુધી સ્થગિત (In abeyance) રાખવામાં આવે. 2 રિજિયોનલ સત્તાઓ યથાવત્ રાખો: એડવાન્સ ઓથોરાઇઝેશન અને EPCG જેવી મહત્ત્વની યોજનાઓનું પ્રોસેસિંગ પ્રાદેશિક કચેરીઓ હસ્તક જ ચાલુ રાખવામાં આવે. 3 પહેલા ICEGATE સિસ્ટમ સુધારો: કસ્ટમ્સ અને DGFT પોર્ટલ વચ્ચેનું ડેટા ઇન્ટિગ્રેશન સંપૂર્ણ ત્રુટિ રહિત બનાવવામાં આવે. 4 MSME સાથે કન્સલ્ટેશન: કોઈ પણ મોટા માળખાકીય ફેરફાર કરતા પહેલાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને MSME પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરવામાં આવે. મંતવ્ય | કન્સલ્ટન્ટ જીજ્ઞેશ પાઉંએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનું જે કામ 15 દિવસમાં થતું હતું તેને હવે છ માસ લાગશે. દિલ્હીના અધિકારીઓ સ્થાનિક પ્રશ્નો સમજી શકશે?
    Click here to Read More
    Previous Article
    શાસકો પણ નબળા પડ્યા:શટડાઉનને મનપાએ ગંભીરતાથી ન લેતા વોર્ડ 10, 11, 13માં 4 દી’ પાણી બંધ રહેશે
    Next Article
    સિટી એન્કર:પ્રસિદ્ધ લોકગાયિકા મેઘા ડાલ્ટન સંગીત વગર ગાશે ગાંધીજીના ગીત, ખાદીમાં રેમ્પવોક કરશે વિદ્યાર્થીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment