Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:પ્રસિદ્ધ લોકગાયિકા મેઘા ડાલ્ટન સંગીત વગર ગાશે ગાંધીજીના ગીત, ખાદીમાં રેમ્પવોક કરશે વિદ્યાર્થીઓ

    10 hours ago

    રાજકોટમાં શનિવારે સવારે હેમુ ગઢવી હોલમાં એક અનોખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આદિવાસીઓએ ગાંધીજીના સન્માનમાં ગાયેલાં ગીતો તે પણ વાજિંત્રો વગર સાંભળવા મળશે. આ સાથે જ ગાંધીજીની પ્રિય ખાદીને આધુનિક પરિધાનમાં ઢાળીને વિદ્યાર્થીઓ રેમ્પવોક કરવાના છે. વિશ્વગ્રામ સંસ્થા, ઉદ્યોગભારતી, ગ્રામ સ્વરાજ મંડળ પારડી અને આઈએનઆઈએફડી દ્વારા ‘ખુશ્બુ ખાદીની ગીત ગાંધીના’ નામનો કાર્યક્રમ શનિવારે સવારે 10થી 12 દરમિયાન યોજાયો છે. આ કાર્યક્રમમાં ફેશન શોમાં INIFDના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ખાદીના પરિધાનનું રેમ્પવોક થશે. જેમાં સ્પેશિયલ ચાઈલ્ડ અને થેલેસેમિક બાળકોની સાથે સાથે રાજકોટના મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ ખાદી પહેરીને રેમ્પવોક કરશે. ફેશન શોની થીમ ભારતીય સંસ્કૃતિ અને ખાદી છે. આ ફેશન શો ઉપરાંત ગાંધીના ગીતો રજૂ કરશે પ્રસિદ્ધ લોકગાયિકા મેઘા ડાલ્ટન. તેઓ ઝારખંડના રહેવાસી છે અને કોઈપણ સંગીત વાદ્ય વિના પોતાના અવાજમાં ગાંધીજી પર આદિવાસીઓએ ગાયેલા ગીતો રજૂ કરશે. આ રીતે બે કલાઓનો અનોખો સંગમ થશે. આ કાર્યક્રમ નિ:શુલ્ક છે જેના માટે INIFD, કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ સામે જાનકી પાર્ક મેઈન રોડ ખાતેથી પ્રવેશ પાસમેળવવાના રહેશે. સંઘર્ષ ભરી જિંદગીએ કોક સ્ટુડિયોમાં તક આપી પણ મુંબઈને બદલે ઝારખંડે જ દિશા બતાવી લોકગાયિકા મેઘા ડાલ્ટનને ગાયિકી વારસામાં મળી હતી. માતા પ્રેમિલા દેવી અને ગુરુ ઉસ્તાદ અલી અહેમદે તેમની કલાને નિખારી હતી. પૃથ્વી થિયેટરમાં તેમને કામ એટલે મળ્યું કારણ કે, 80ના દશકામાં કોઈને માઈક પોસાતું ન હતું અને મેઘા રાગ છોડ્યા વગર ઊંચા અવાજે ગાઈ શકતાં હતાં. આટઆટલા સંઘર્ષ બાદ તેમને કોક સ્ટુડિયોમાં પહેલીવાર શંકર મહાદેવન સાથે લાઈવ પરફોર્મ કરવાનો મોકો મળ્યો તેમાં તેમણે ઝારખંડના લોકગીત ગાવાનું પસંદ કર્યું. લોકગીતે તેમની સંસ્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં તેઓ ફરી માતૃભૂમિ તરફ વળ્યા. ત્યારે તેમને જાણવા મળ્યું કે, ગાંધીજી જ્યારે આઝાદીની લડત ચલાવી રહ્યા હતા ત્યારે ઝારખંડના રામગઢના આદિવાસીઓએ તેમની લડત માટે પોતાની બોલીમાં લોકગીત રચ્યા હતા. આ ગીતો તેઓ ફરીથી જીવંત કરવા માગે છે.
    Click here to Read More
    Previous Article
    DGFTનો તઘલખી નિર્ણય:DGFTનું નવું સેન્ટ્રલાઇઝ્ડ ફોર્મેટ લાગુ થતાં રાજકોટ સહિતના એક્સપોર્ટરોને દરેક કામ અને ભૂલ સુધારવા દિલ્હીના ધક્કા થશે
    Next Article
    દિવાળીના એડવાન્સ બુકિંગમાં મોટા ભાગની ટ્રેન અત્યારથી હાઉસફુલ:ભક્તિનગર રેલવે સ્ટેશન પર ઓનલાઇન પેમેન્ટ ન લેવાના મનસ્વી નિર્ણયથી મુસાફરો રઝળી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment