Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:વિદ્યાર્થીઓને મળતા ભોજનની ગુણવત્તા સુધાવરા સતત સપ્રાઇઝ ચેકિંગ આવશ્યક

    10 hours ago

    તાપી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કુમાર-કન્યા છાત્રાલયો અને આંગણવાડીઓમાં અભ્યાસ કરતા હજારો આદિવાસી ભૂલકાંઓને પીરસાતા મધ્યાહ્ન ભોજન તેમજ છાત્રાલયના ખોરાકની ગુણવત્તા સામે વહીવટી તંત્રની ગંભીર ઉદાસીનતા સામે આવી છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 10 અને 11 સપ્ટેમ્બર એમ માત્ર બે દિવસ ઓચિંતું ચેકિંગ હાથ ધરીને 19 જેટલા ખાદ્યપદાર્થોના નમૂના લઈ કામગીરીની સંતોષજનક નોંધ મૂકી દેવાઈ છે. ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એમ. વાલુના જણાવ્યા અનુસાર, વ્યારાના બોરખડી સ્થિત જવાહર નવોદય વિદ્યાલય, ગ્રામ સેવા સમાજ આશ્રમશાળા, વાલોડના ગોદન ખાતે વેડછી પ્રદેશ સેવા સમિતિ સંચાલિત સ્નેહકુંજ છાત્રાલય તેમજ ઉકાઈ પંથકની આમલીપાડા, દુમદા, દુમદા ટાંકલી પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં તપાસ કરાઈ હતી. રસોડામાં સ્વચ્છતાની કચાશ જણાતાં સંચાલકોને માત્ર ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જિલ્લામાં 200થી વધુ આશ્રમશાળાઓ અને હોસ્ટેલો આવેલી છે ત્યારે વર્ષમાં માત્ર બે દિવસની ‘ટોકન કામગીરી’થી સંચાલકો કે કોન્ટ્રાક્ટરોમાં કોઈ કાયદાકીય ધાક બેસતી નથી. માત્ર નોટિસ આપી ઔપચારિકતા પૂર્ણ કરવાને બદલે ખરાબ ભોજન પીરસતા કોન્ટ્રાક્ટરો સામે કડક ફોજદારી ગુના નોંધવામાં આવે અને કલેક્ટર દ્વારા તાલુકા કક્ષાની કાયમી નિરીક્ષણ ટીમો બનાવી સાપ્તાહિક ઓડિટ ફરજિયાત કરવામાં આવે. સ્થળ પર જ ટેસ્ટિંગ વાન કેમ નહીં? તાપી જિલ્લામાં તંત્ર પાસે ‘મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ વાન’ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરી સ્થળ પર જ દૂધ, તેલ અને મસાલાના પ્રાથમિક રિપોર્ટ અપાતા નથી. સેમ્પલ લેબમાં મોકલ્યા બાદ મહિનાઓ સુધી રિપોર્ટ લટકતો રહે છે, જે દરમિયાન બાળકો એ જ શંકાસ્પદ ખોરાક ખાવા મજબૂર બને છે. વિદ્યાર્થીઓને મળતા ભોજનની ગુણવત્તા સુધાવરા સતત સપ્રાઇઝ ચેકિંગ આવશ્યક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ના નિયમો મુજબ સંવેદનશીલ જૂથો (બાળકો અને વિદ્યાર્થીઓ) ના રસોડાંનું મોનિટરિંગ રૂટિન ધોરણે થવું જોઈએ. જો મહિનામાં સરેરાશ 10 થી 12 દિવસ અલગ-અલગ તાલુકાઓમાં પૂર્વસૂચના વિના તપાસ થાય, તો જ કોન્ટ્રાક્ટરો સડેલાં શાકભાજી, હલકી ગુણવત્તાનું તેલ કે વાસી રાંધેલો ખોરાક પીરસતાં અટકી શકે છે. અને બાળકોને સ્વસ્થ રહેવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    વ્યારા:1.12 લાખ હેક્ટર પાક માટે 5 દિનનો વરસાદ બન્યો સંજીવની, ડાંગરનું ઉત્પાદન 30% વધવાની આશા
    Next Article
    બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવાય:ગુણવત્તા સાથે સમજૂતી કરનાર સામે કડક કાર્યવાહીની પ્રમુખની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment