Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પતિ સામે જ પત્નીને ઉડાવનાર રાજસ્થાનથી ઝડપાયો:ગરબા ક્લાસમાંથી આવતા હતાને પલ્સર ચાલકે નિશિને ઉડાવી, કોરિયોગ્રાફર પતિએ રડતા રડતા ન્યાય માગ્યો હતો

    8 hours ago

    અમદાવાદના શીલજ કેનાલ રોડ અકસ્માત કેસમાં આરોપી સુનિલ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી છે. તાજેતરમાં આ અકસ્માતમાં નવપરિણીત મહિલા નિશિનું મોત નિપજ્યું હતું. આ આરોપીને રાજસ્થાનના ડુંગરપુરથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સુનિલ પરમાર અકસ્માત કરી રાજસ્થાન ભાગી ગયો હતો. 12 સપ્ટેમ્બરના રોજ અલગ અલગ વાહનોમાં હાર્દિક અને તેની પત્ની નિશિ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ બુલેટ ગતિએ આવતા બાઈકચાલકે અડફેટે લેતા નિશિનું મોત નિપજ્યું. અકસ્માત સર્જયા બાદ બાઈકચાલક બાઈક મૂકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો. બે દિવસ બાદ પણ તેનો પત્તો ન લાગતા પતિએ વીડિયો બનાવી સવાલ ઉઠાવ્યો. આરોપીનું બાઈક રાજસ્થાન પાસિંગનું હોવાનું સામે આવ્યું હતું. સોલા સિવિલમાં સારવાર માટે ખસેડાયા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. રાજસ્થાન ચાલ્યો ગયો હોવાની શક્યતાના પગલે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આ અંગે DYSP તપનસિંહ ડોડિયાએ જણાવ્યું કે, આરોપી હોસ્પિટલથી મિત્રના ઘરે જતો રહ્યો હતો. મિત્રના ઘરેથી રાજસ્થાનના ડુંગરપુર પોતાના ઘરે ગયો હતો. આરોપી થલતેજમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. બનાવના દિવસે ઘરનું કામ પતાવીને રાતે મિત્રનું પલ્સર લઈને સિગારેટ પીવા નીકળ્યો હતો. આરોપીની બાઈકની અંદાજિત સ્પીડ 80 થી 100 હતી.જે FSL રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે. 2 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા પતિએ ન્યાયની માગ કરી હતી અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતા હાર્દિકે રડતા રડતા વીડિયો બનાવ્યો.લોકોને અપીલ કરતા કહ્યું, મેં જે પોસ્ટ કરી છે તેમાં મને સપોર્ટ કરો.અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી પકડાયો નથી.પોલીસ કામ કરી રહી છે પરંતુ આરોપી હજુ દૂર છે.આરોપીને પકડીને કડક સજા અપાવવામાં આવે.બધા મારી નિશિને ન્યાય અપાવો.લોકો બેફામ ડ્રાઈવીંગ કરી રહ્યા છે જેના કારણે કેટલાય પરિવાર તૂટે છે. મારી મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને પોલીસ સમક્ષ માગ છે કે, આરોપીને પકડીને કડકમાં કડક સજા આપો. ગરબા ક્લાસથી પરત ફરતી સમયે પતિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું બોપલમાં રહેતો હાર્દિક દરજી પોતે કોરિયોગ્રાફર છે અને હાલમાં સાયન્સ સિટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા હાર્દિક અને પત્ની નિશિ 11મી સપ્ટેમ્બરે રાત્રે ગરબા ક્લાસમાં ગયા હતા. જ્યાંથી રાત્રે બંને અલગ અલગ વાહનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. બંને શીલજમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂરઝડપે આવેલા પલ્સર બાઈકના ચાલકે રોકેટ ગતિએ નિશિના વાહનનો ટક્કર મારતા 10 ફૂટ ઢસડાઈ અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.હચમચાવી નાખતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર:6 જિલ્લાઓમાં નવા પ્રભારી, 11 પ્રદેશ કારોબારી સભ્યોની નિમણૂક
    Next Article
    મેટોડામાં ખેત મજૂર દંપતી સાથે સાયબર ફ્રોડ:રિલ્સ જોતાં સમયે અજાણી લિંક પર ક્લિક થતાં ફોન હેક થયો અને ગઠિયાઓએ 5 ટ્રાન્ઝેક્શન કરી બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment