Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે મુસાફરોની સુરક્ષામાં વધારો:જામનગર યાર્ડમાં ટ્રેક જ્યોમેટ્રી સુધારાથી અકસ્માતનો ભય ટળ્યો, મુસાફરી વધુ સુરક્ષિત બનશે ; શ્રેષ્ઠ સેવા બદલ રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓનું સન્માન

    1 day ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ વ્યવહારની સુરક્ષા વધુ મજબૂત કરવાના હેતુથી જામનગર રેલવે યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ફોર્સ્ડ ટ્રેક લેઆઉટમાં ખાસ મહત્વપૂર્ણ સુધારાત્મક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી મુસાફરો માટે ટ્રેન મુસાફરી વધુ સુરક્ષિત અને સુચારુ બનશે. આ સુધારાના પરિણામે ભવિષ્યમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સંભવિત જોખમો ઘટશે અને મુસાફરો સમયસર તથા નિર્ભય રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. બીજીતરફ રેલવેના વાણિજ્ય વિભાગમાં વર્ષ 2025-26 વચ્ચે પ્રશંસનીય કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓને PCCM એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યા મુજબ, જામનગર યાર્ડમાં પોઇન્ટ નંબર 107 ની આગળ વિન્ડમિલ લાઇન તરફ ટ્રેકના એક ભાગમાં સતત વળાંક હોવાને લીધે લેઆઉટ અત્યંત જટિલ હતો. ભૂતકાળમાં આ જ સ્થળે ટ્રેન પાટા પરથી ઉતરી જવાની દુર્ઘટના પણ બની ચૂકી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા સુધારાત્મક કાર્ય અંતર્ગત રિવર્સ કર્વને અંદરની તરફ સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે અને ટ્રેપ પોઇન્ટને રાજકોટ તરફ શિફ્ટ કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ટ્રેપ પોઇન્ટના પહેલા અને પછી રહેલા અનાવશ્યક વળાંકો સીધા થઈ ગયા છે, જેથી ટ્રેકની જ્યોમેટ્રી અત્યંત સંતુલિત અને સુદ્રઢ બની છે. આ કામગીરી જામનગર યાર્ડના ડબલિંગ કાર્ય દરમિયાન ઉપલબ્ધ સમયગાળા સાથે યોગ્ય સમન્વય સાધીને પૂર્ણ કરવામાં આવી હતી, જેથી રેલવે વાહનવ્યવહાર પર તેની કોઈ વિપરીત અસર ન પડે અને મુસાફરોને કોઈ અગવડ ન ભોગવવી પડે. ટ્રેકના વળાંકની ડિગ્રી ઓછી થવાથી ભવિષ્યમાં આ સ્થાન પર ટ્રેકના મેન્ટેનન્સ માટેના પ્રયાસો અને સંસાધનોનો વ્યય પણ ઘટશે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા રેલવે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવા સંવેદનશીલ સ્થાનોની સતત ઓળખ કરીને પ્રાથમિકતાના ધોરણે જરૂરી કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ, અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાસ સંવાદ સમારોહમાં પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મેનેજર (PCCM) તરુણ જૈન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માં વાણિજ્યિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓ - ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર વિશાલ એમ. ભટ્ટ (રાજકોટ), ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર પાલવ જોશી (જામનગર), ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર વિકાસ અધ્યારૂ (ફરિયાદ સેલ), ચીફ કમર્શિયલ સુપરવાઇઝર બાલસુબ્રમણ્યમ એ. (રાજકોટ) અને લગેજ સુપરવાઇઝર જય જોશી (રાજકોટ) ને PCCM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ઝવેરચંદ મેઘાણી ગાર્ડનમાં સુવિધાઓનો અભાવ:શહેરીજનોમાં નારાજગી, રિનોવેશન અને આધુનિકીકરણની માંગ
    Next Article
    વલસાડમાં ન્યાયિક માળખામાં ફેરફાર, 3 સિનિયર જજની બદલી:એક જજને પ્રમોશન સાથે વાપી મુકાયા, હાઈકોર્ટનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment