Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો:જુહાપુરામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકનું મોત, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

    1 day ago

    અમદાવાદ શહેરમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો. જુહાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલી રહી હોય એક તરફની લેન બંધ છે.આજે બપોરના સમયે ભીમકુમાર મહતો નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. જમીન પર પટકાયા બાદ યુવક ડમ્પરના વ્હિલ નીચે આવી ગયો જુહાપુરા વિસ્તારમાં બપોરના સમયે એક ડમ્પર પૂરઝડપે જઈ રહ્યું હતું.આ દરમિયાન એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો.પૂરઝડપે આવી રહેલા ડમ્પરે યુવકને ટક્કર મારી હતી જેના કારણે યુવક જમીન પર પટકાયો હતો.યુવક પટકાયા બાદ ડમ્પર યુવકના શરીર પર ચઢી ગયું હતું.યુવક ડમ્પરના ટાયરમાં ફસાઈને થોડે આગળ સુધી ગયો હતો.અકસ્માતમાં એક એક્ટિવા પર જઈ રહેલી મહિલાને ટક્કર વાગતા તે પણ પડી હતી,જોકે મહિલાનો જીવ બચી ગયો છે.અકસ્માતમાં યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. ડમ્પરનો ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં જેનું મોત થયું તે યુવક બાજુમાં જ ચાલી રહેલા રોડ પર કામ કરી રહ્યો હતો.બનાવની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે યુવકનો મૃતદેહ પીએમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જુહાપુરા વિસ્તારમાં જાહેર રોડ પર કામ ચાલુ જેના કારણે અડધો રોડ બંધ છે.અગાઉ પણ આ રોડ પર એક અક્સ્માત થયો હતો જેમાં એક સગીર વયનો બાળક ટેમ્પો નીચે આવી ગયો હતો જેમાં કારણે સગીરનું મોઢું છુંદાઈ ગયું હતું ત્યારે હવે બીજા અકસ્માતમાં યુવકનો જીવ ગયો છે. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદમાં ડમ્પર ચાલકની ટક્કરથી માતાની નજર સામે જ 12 વર્ષની બાળકીનું મોત અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્કૂલેથી છૂટીને માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહેલી 12 વર્ષીય બાળકી આરાધ્યા બારોટનું ડમ્પરની ટક્કરે કરુણ મોત નીપજ્યું છે. ડમ્પરચાલકે માતા-પુત્રીને અડફેટે લેતાં માતાની નજર સામે જ દીકરીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે નાના ભાઈને ઈજા પહોંચી છે. નોંધનીય છે કે, આ ડમ્પરે અગાઉ પણ એક અકસ્માતમાં બે લોકોનો જીવ લીધો હતો. દીકરીની ડેડબોડી જોઈને પિતા ઘટનાસ્થળે જ ભાંગી પડ્યા હતા, જેના કારણે કરુણ દૃશ્યો સર્જાયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી વકીલોને હડતાળ પર ઉતરવા આહવાન:બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઠરાવ, કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન અને દેખાવો કરાશે
    Next Article
    93 ખેડૂતને રાજ્યકક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’:પ્રાકૃતિક ખેતીથી વર્ષે 50 લાખની આવક, 30 પશુથી 30 લાખનું દૂધ ઉત્પાદન; 100 નવા કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment