Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર:6 જિલ્લાઓમાં નવા પ્રભારી, 11 પ્રદેશ કારોબારી સભ્યોની નિમણૂક

    7 hours ago

    ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં આજે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જિલ્લાઓ અને મહાનગરોના નવા ભાજપ પ્રભારી તેમજ પ્રદેશ કારોબારી સભ્યોની નિમણૂક કરી છે. આ ઉપરાંત પ્રદેશના વિવિધ સેલ-સંકુલ યોજનાના ઓન મુજબ સહ-પ્રભારીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. 6 જિલ્લાઓ/મહાનગરોમાં નવા પ્રભારી ભાજપ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ નીચેના જિલ્લાઓ/મહાનગરોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે: પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિમણૂકો તાત્કાલિક અસરથી જવાબદારી સાથે લાગુ પડશે. પ્રદેશ કારોબારીમાં 11 સભ્યોની નિમણૂક બીજા પરિપત્રમાં ખાલી પડેલા સ્થાનો પર પ્રદેશ કારોબારી સભ્યો તરીકે કુલ 11 નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, ડૉ. મુકેશ રાઠવા, શરદ લાખાણી, કિશોર ગાવિત, મનિષ પટેલ, અરુણા ચૌધરી, શિલ્પેશ દેસાઈ, વિશાલ ભરવાડ, નંદિતા ઠાકુર, ડૉ. જાનકી આચાર્ય અને કનુ પટેલનો સમાવેશ થાય છે. ચાર ઝોન માટે સહ-પ્રભારીઓ જાહેર ભાજપે પ્રદેશના વિવિધ સેલ-સંકુલ યોજનાના ઝોન મુજબ સહ-પ્રભારીઓની પણ જાહેરાત કરી છે: આ સંગઠનાત્મક નિમણૂકો સાથે ભાજપે જિલ્લા-મહાનગરથી લઈને પ્રદેશ સ્તર સુધીની સંગઠનાત્મક જવાબદારીઓમાં ફેરફાર કર્યો છે. ખાસ કરીને આગામી સંગઠનાત્મક અને રાજકીય કામગીરીને ધ્યાનમાં રાખીને વિવિધ નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું પરિપત્ર પરથી સ્પષ્ટ થાય છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીની ડિગ્રી જાહેર કરવાનો કેસ:HCએ કહ્યું- 'યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં', અપીલ બદલ કેજરીવાલને કોસ્ટ કરવો જોઈએ: સોલિસિટર જનરલ
    Next Article
    અમદાવાદમાં પતિ સામે જ પત્નીને ઉડાવનાર રાજસ્થાનથી ઝડપાયો:ગરબા ક્લાસમાંથી આવતા હતાને પલ્સર ચાલકે નિશિને ઉડાવી, કોરિયોગ્રાફર પતિએ રડતા રડતા ન્યાય માગ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment