Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાક્યાર્થ અને વાગ્વર્ધિની પરિષદનું ઉદ્ઘાટન:સંસ્કૃત અને શાસ્ત્રીય અભ્યાસને પ્રોત્સાહન આપવા રચના, અધ્યાપકો-વિદ્યાર્થીઓએ શોધપત્રો રજૂ કર્યા

    6 hours ago

    વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં બુધવારે, 16 સપ્ટેમ્બર 2026ના રોજ વાક્યાર્થ પરિષદ અને વાગ્વર્ધિની પરિષદના ઉદ્ઘાટન સત્રનું આયોજન કરાયું હતું. યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. નરેન્દ્રકુમાર પંડ્યાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અનુસ્નાતક વિભાગના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝા, સંશોધન વિભાગના પ્રભારી શોધ નિદેશક ડો. ડી.એમ. મોકરિયા અને વાગ્વર્ધિની પરિષદના અધ્યક્ષા ડો. રામકુમારી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી થઈ હતી. ત્યાર પછી ડો. રામકુમારીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું અને કાર્યક્રમની પ્રસ્તાવના આપી. અધ્યાપકોએ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ઉદ્ઘાટન સત્ર દરમિયાન અનુસ્નાતક વિભાગના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ તેમનો શોધપત્ર “अतो येय । इति सूत्रस्य सोदाहरणं विश्लेषणम्” રજૂ કર્યો. ત્યાર પછી કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ ‘ईश्वरोपकारनिरूपणस्तुतिविमर्शः’ વિષય પર પોતાનો શોધપત્ર રજૂ કર્યો હતો. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા અને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરવાની સાથે વધુ વાંચન કરીને બહુશ્રુત બનવા પ્રેરણા આપી. તેમણે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. વાક્યાર્થ પરિષદમાં અધ્યક્ષ તરીકે પ્રો. વિનોદ કુમાર ઝા, સભ્ય સચિવ તરીકે ડો. રામકુમારી અને સભ્યો તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર વિજયકુમાર પ્ર. બથવાર અને શોધ છાત્ર મોહિત પાઠકનો સમાવેશ થાય છે. જ્યારે વાગ્વર્ધિની પરિષદમાં અધ્યક્ષ તરીકે ડો. રામકુમારી, સભ્ય સચિવ તરીકે ડો. રાહુલ કુમાર ઝા અને સભ્ય તરીકે ડો. આશા માઢકની જવાબદારી નક્કી કરાઈ છે. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર વિજયકુમાર પ્ર. બથવાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન શોધ છાત્ર મોહિત પાઠકે કર્યું હતું. અંતે શાંતિ મંત્રના પઠન સાથે ઉદ્ઘાટન સત્રનું સમાપન થયું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના શીલજ કેનાલ રોડ અકસ્માતમાં આરોપી ઝડપાયો:બોપલ પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી દબોચી લીધો, પતિએ રડતા રડતા ન્યાય માગ્યો હતો
    Next Article
    ભરૂચમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે બાળકનાં મોત:વાલિયામાં 4 વર્ષની બાળકી ને આમોદમાં 2 વર્ષના બાળકનો જીવ લીધો, 10 કલાકમાં બે ઘટના, તંત્રની બેદરકારી અંગે ઉઠતા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment