Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના શીલજ કેનાલ રોડ અકસ્માતમાં આરોપી ઝડપાયો:બોપલ પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી દબોચી લીધો, પતિએ રડતા રડતા ન્યાય માગ્યો હતો

    6 hours ago

    અમદાવાદના શીલજ કેનાલ રોડ અકસ્માત કેસમાં આરોપી સુનિલ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી છે. તાજેતરમાં આ અકસ્માતમાં નવપરિણીત મહિલા નિશીનું મોત નિપજ્યું હતું. આ આરોપીને રાજસ્થાનના ડુંગરપુરથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સુનિલ પરમાર અકસ્માત કરી રાજસ્થાન ભાગી ગયો હતો. 11મી સપ્ટેમ્બરે રાત્રિના સમયે અલગ અલગ વાહનોમાં હાર્દિક અને તેની પત્ની નિશિ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ બુલેટ ગતિએ આવતા બાઈકચાલકે અડફેટે લેતા નિશિનું મોત નિપજ્યું. અકસ્માત સર્જયા બાદ બાઈકચાલક બાઈક મૂકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો. બે દિવસ બાદ પણ તેનો પત્તો ન લાગતા પતિએ વીડિયો બનાવી સવાલ ઉઠાવ્યો. આરોપીનું બાઈક રાજસ્થાન પાસિંગનું હોવાનું સામે આવ્યું હતું. સોલા સિવિલમાં સારવાર માટે ખસેડાયા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. રાજસ્થાન ચાલ્યો ગયો હોવાની શક્યતાના પગલે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. 2 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા પતિએ ન્યાયની માગ કરી હતી અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતા હાર્દિકે રડતા રડતા વીડિયો બનાવ્યો.લોકોને અપીલ કરતા કહ્યું, મેં જે પોસ્ટ કરી છે તેમાં મને સપોર્ટ કરો.અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી પકડાયો નથી.પોલીસ કામ કરી રહી છે પરંતુ આરોપી હજુ દૂર છે.આરોપીને પકડીને કડક સજા અપાવવામાં આવે.બધા મારી નિશિને ન્યાય અપાવો.લોકો બેફામ ડ્રાઈવીંગ કરી રહ્યા છે જેના કારણે કેટલાય પરિવાર તૂટે છે. મારી મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને પોલીસ સમક્ષ માગ છે કે, આરોપીને પકડીને કડકમાં કડક સજા આપો. ગરબા ક્લાસથી પરત ફરતી સમયે પતિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું બોપલમાં રહેતો હાર્દિક દરજી પોતે કોરિયોગ્રાફર છે અને હાલમાં સાયન્સ સિટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા હાર્દિક અને પત્ની નિશિ 11મી સપ્ટેમ્બરે રાત્રે ગરબા ક્લાસમાં ગયા હતા. જ્યાંથી રાત્રઇના સમયે બંને અલગ અલગ વાહનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. બંને શીલજમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂરઝડપે આવેલા પલ્સર બાઈકના ચાલકે રોકેટ ગતિએ નિશિના વાહનનો ટક્કર મારતા 10 ફૂટ ઢસડાઈ અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.હચમચાવી નાખતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    જુગારની રેડમાં LCBની ગોલમાલ, DGPએ SMCને તપાસના આદેશ આપ્યાં:પ્રભાસ પાટણમાં ઘરમાંથી 9 પકડ્યા અને FIRમાં રોડ પર જુગાર રમતા 3 બતાવ્યાં
    Next Article
    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાક્યાર્થ અને વાગ્વર્ધિની પરિષદનું ઉદ્ઘાટન:સંસ્કૃત અને શાસ્ત્રીય અભ્યાસને પ્રોત્સાહન આપવા રચના, અધ્યાપકો-વિદ્યાર્થીઓએ શોધપત્રો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment