Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારની રેડમાં LCBની ગોલમાલ, DGPએ SMCને તપાસના આદેશ આપ્યાં:પ્રભાસ પાટણમાં ઘરમાંથી 9 પકડ્યા અને FIRમાં રોડ પર જુગાર રમતા 3 બતાવ્યાં

    7 hours ago

    ગીર સોમનાથ LCB દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ટાઉન બીટ વિસ્તારમાં આવેલા બાલાજી નગરમાં તા. 15 સપ્ટેમ્બરે કરવામાં આવેલી જુગાર રેડની કાર્યવાહી સામે હવે સવાલો ઉઠ્યા છે. સ્થાનિક કોંગ્રેસ અગ્રણી પ્રકાશ વાયલુંએ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક, જૂનાગઢ રેન્જના DIG, ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. આ મામલે રાજ્યના DGPએ SMCને તપાસ કરવાના આદેશ આપ્યાં છે. FIR અને રેડના સ્થળ અંગે તફાવત હોવાનો આક્ષેપ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસે ત્રણ પુરુષોને રૂ. 9,400 રોકડ અને ગંજીપત્તા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હોવાનું દર્શાવ્યું છે. જોકે, વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશ વાયલુંના આક્ષેપ પ્રમાણે સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો અને FIRમાં દર્શાવાયેલી વિગતો વચ્ચે તફાવત છે. કાર્યવાહી રહેણાંક મકાનમાં થઈ હોવાની ચર્ચા વચ્ચે FIRમાં જાહેર રોડ પર જુગાર રમતા ત્રણ પુરુષો ઝડપાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આથી પોલીસને મળેલી બાતમી, રવાના નોંધ, પંચનામું, FIR અને સ્થળના વર્ણનની સુસંગતતા ચકાસવાની માગ કરવામાં આવી છે. આઠ લોકો ઝડપાયાની ચર્ચા, FIRમાં ત્રણનો ઉલ્લેખ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રેડ દરમિયાન ચાર પુરુષો અને ચાર મહિલાઓ સહિત કુલ આઠ વ્યક્તિઓ ઝડપાઈ હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા છે, જ્યારે FIRમાં માત્ર ત્રણ પુરુષો સામે કાર્યવાહી દર્શાવવામાં આવી હોવાનો દાવો કરાયો છે. મહિલાઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી કે નહીં અને બાદમાં તેમને પરત મોકલવામાં આવી હોવાના આક્ષેપોમાં તથ્ય છે કે કેમ તે જાણવા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસ કરવાની માગ કરાઈ છે. રોકડ રકમની જપ્તી અંગે પણ તપાસની માગ રેડ દરમિયાન મોટી રોકડ રકમ મળી હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા વચ્ચે FIRમાં રૂ. 9,400 રોકડ દર્શાવાઈ હોવાનો મુદ્દો પણ ફરિયાદમાં ઉઠાવવામાં આવ્યો છે. ફરિયાદકર્તાએ જપ્તી પંચનામું, મુદ્દામાલ રજીસ્ટર, જપ્તી મેમો અને પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસ કરીને વાસ્તવમાં કેટલી રોકડ મળી હતી તે સ્પષ્ટ કરવાની માગ કરી છે. ફોટો-વિડિયોગ્રાફીના રેકોર્ડની ચકાસણીની રજૂઆત રેડના સ્થળે ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી ન થઈ હોવા અંગે પણ ફરિયાદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. FIRમાં ટેકનિકલ કારણસર સ્થળ પર ફોટો-વિડિયોગ્રાફી શક્ય ન હોવાનું દર્શાવાયું હોવાની રજૂઆત કરવામાં આવી છે. તેથી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી ઓફલાઇન ફોટો-વિડિયોગ્રાફીનો મૂળ ડિજિટલ રેકોર્ડ અને તેના સમય-મેટાડેટાની તપાસ કરવાની માગ કરાઈ છે. CCTV, સ્ટેશન ડાયરી સહિતના દસ્તાવેજોની સ્વતંત્ર તપાસની માગ ફરિયાદકર્તાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના CCTV, સ્ટેશન ડાયરી, GD એન્ટ્રી, LCB ટીમની રવાના અને પરત નોંધ, પંચ સાક્ષીઓ તથા રેડમાં સામેલ પોલીસ કર્મચારીઓના નિવેદનોની સ્વતંત્ર તપાસ કરવાની માગ કરી છે. સાથે જ અગાઉની જુગાર કાર્યવાહી અને હાલની કાર્યવાહી વચ્ચેની પ્રક્રિયાત્મક બાબતોની પણ તુલના કરવાની રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રજૂ કરાયેલા મુદ્દાઓ આક્ષેપો અને સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો પર આધારિત છે અને કોઈ વ્યક્તિને પૂર્વગ્રહપૂર્વક દોષિત ઠેરવવાનો હેતુ નથી. સમગ્ર હકીકત CCTV, સત્તાવાર દસ્તાવેજો અને અન્ય પુરાવાની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ જણાવી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ તપાસ કરવામાં આવશે અને જો કોઈ ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ રાજ્યના DGPના આદેશથી SMCની ટીમ આ સમગ્ર મામલે તપાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    એ વન ઝેવિયર્સ સ્કૂલના બે સ્પોર્ટ્સ કોચનું સન્માન:મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં રમતગમત ક્ષેત્રે યોગદાન બદલ
    Next Article
    અમદાવાદના શીલજ કેનાલ રોડ અકસ્માતમાં આરોપી ઝડપાયો:બોપલ પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી દબોચી લીધો, પતિએ રડતા રડતા ન્યાય માગ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment