Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે બાળકનાં મોત:વાલિયામાં 4 વર્ષની બાળકી ને આમોદમાં 2 વર્ષના બાળકનો જીવ લીધો, 10 કલાકમાં બે ઘટના, તંત્રની બેદરકારી અંગે ઉઠતા સવાલો

    7 hours ago

    ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને વરસાદી કાસના કારણે બે અલગ-અલગ ઘટનામાં બે બાળકનાં મોત નીપજ્યા છે. વાલિયા તાલુકાના મોદલીયા ગામમાં 4 વર્ષની બાળકી અને આમોદ તાલુકાના મછાસરા ગામમાં 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી અવસાન થયું છે. મોદલીયા ગામની ઘટના આજે 16 સપ્ટેમ્બરના રોજ સવારે વાલિયા તાલુકાના મોદલીયા ગામના પીપળી ફળિયામાં અશોકભાઈ વસાવાની 4 વર્ષની પુત્રી આરોહી ઘર નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. રમતાં રમતાં તે ઘર પાસે આવેલી ખુલ્લી ગટરમાં ઊંધા માથે પડી ગઈ હતી. પરિવારજનોએ તેને બેભાન અવસ્થામાં બહાર કાઢી સારવાર અર્થે પ્રથમ નેત્રંગ અને ત્યાર બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જોકે, સારવાર શરૂ થાય તે પહેલા જ તેનું મોત થયું હતું. આ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે. મછાસરા ગામની ઘટના ગત તારીખ 15 સપ્ટેમ્બરની રાત્રે આમોદ તાલુકાના મછાસરા ગામની નવીનગરીમાં શૈલેષભાઈ રાઠોડનો 2 વર્ષનો પુત્ર વિહાન ઘર પાસે રમતી વખતે ગુમ થયો હતો. બે દિવસથી પડેલા વરસાદને કારણે ગટરમાં પાણીનો પ્રવાહ ઝડપી હતો. પરિવારજનો, સરપંચ અને સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરતા બાળકનો મૃતદેહ અબ્બાસ બાપાની દુકાન નજીક આવેલી ખુલ્લી વરસાદી કાસમાંથી મળી આવ્યો હતો. તેને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે. ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય ડી. કે. સ્વામીએ મછાસરા પહોંચી પરિજનોની મુલાકાત લીધી હતી. તંત્રની બેદરકારી અંગે ઉઠતા સવાલો રહેણાંક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને વરસાદી ડ્રેનેજ સિસ્ટમના કારણે બનેલી આ ઘટનાઓને પગલે સ્થાનિક ગ્રામ પંચાયતોની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, તંત્ર દ્વારા તમામ ગામડાઓમાં ખુલ્લી ગટરોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેના પર યોગ્ય ઢાંકણાં કે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાક્યાર્થ અને વાગ્વર્ધિની પરિષદનું ઉદ્ઘાટન:સંસ્કૃત અને શાસ્ત્રીય અભ્યાસને પ્રોત્સાહન આપવા રચના, અધ્યાપકો-વિદ્યાર્થીઓએ શોધપત્રો રજૂ કર્યા
    Next Article
    Doctored ‘bikini in Ganga’ video goes viral; News18 runs it without verification

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment