Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી દર્શનાબેન વાઘેલાએ પાટણમાં યુવાનો સાથે નશામુક્તિ પર સંવાદ કર્યો:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભવાઈ દ્વારા વ્યસનથી દૂર રહેવા જાગૃત કરાયા

    7 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 'જલ, જન અને સેવા સંકલ્પ' નશામુક્તિ અભિયાન અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ભવાઈના માધ્યમથી યુવાનોને વ્યસનના દુષ્પરિણામો વિશે જાગૃત કરાયા હતા. તેમને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, યુવાનો સાથે સંવાદ કરીને ગુજરાતને વ્યસનમુક્ત કેવી રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણે ગાંધીજીના ગુજરાતમાં રહીએ છીએ અને અહીં વ્યસન પર પ્રતિબંધ છે. કાયદાનું પાલન કરવું અને સમાજને વ્યસનમુક્ત બનાવવામાં ભાગીદાર બનવું એ સૌની સામૂહિક જવાબદારી છે.મંત્રીએ યુવાનોને સંબોધતા કહ્યું કે, ઘણીવાર મિત્રોના સંગાથમાં, શોખ ખાતર કે અન્ય કોઈ કારણસર વ્યસનની શરૂઆત થાય છે. શરૂઆતમાં વ્યસન સામાન્ય લાગે છે, પરંતુ એકવાર તેની લત લાગી જાય પછી તે વ્યક્તિના જીવનની સાથે આખા પરિવારને પણ બરબાદ કરી શકે છે.તેથી યુવાનોએ વ્યસનને 'ના' કહી પોતાના જીવનના લક્ષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાનોને નવી ઊર્જા, નવી વિચારધારા અને વિકસિત ભારતના નિર્માણ સાથે જોડાવા માટે સતત પ્રેરણા આપે છે. 'મારો દેશ, મારું કર્તવ્ય'ની ભાવના સાથે દરેક યુવાને પોતાની ક્ષમતા દેશના વિકાસ માટે વાપરવી જોઈએ.વડાપ્રધાનનો સંદેશ છે કે, ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. યુવાનો જેટલા સશક્ત, સ્વસ્થ અને સંકલ્પબદ્ધ બનશે, તેટલું ભારત વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં કહ્યું કે, નશામુક્તિ માટે સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ માત્ર સરકારના પ્રયાસોથી જ નશામુક્ત સમાજનું નિર્માણ શક્ય નથી.તેમાં સમાજ, પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી છે. દરેક પરિવારે અને દરેક યુવાને પોતાના ગામ, શહેર, પાટણ જિલ્લો, ગુજરાત અને આખા દેશને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. મંત્રીએ યુવાનોને આહ્વાન કરતા કહ્યું કે, દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પણ આપણા આચરણમાં પણ દેખાવો જોઈએ. દેશને આગળ વધારવા માટે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સકારાત્મક વિચારધારા જરૂરી છે. યુવાનો વ્યસનથી દૂર રહી શિક્ષણ, રમતગમત, કૌશલ્ય વિકાસ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સમાજસેવા તરફ આગળ વધે તે સમયની જરૂરિયાત છે.
    Click here to Read More
    Previous Article
    જમનાકુંડ વિસ્તારમાં ગેરેજ ધારકના બંધ મકાનમાં ચોરી:ઘરના સભ્યો બહાર ગયા ને તસ્કરો ત્રાટક્યાં, સોનાના દાગીના, તેમજ રોકડ રકમ મળી 65 હજારના મુદ્દામાલની ચોરી
    Next Article
    ગોધરા લેબર કોર્ટમાં 34 કામદારોને 10 વર્ષે ન્યાય મળ્યો:આદિત્ય બિરલા કંપનીએ નેશનલ લોક અદાલતમાં ₹65 લાખનું વળતર ચૂકવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment