Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગે 65 ખાદ્ય સેમ્પલ લીધા:ઉનાળુ ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસવા લેબોરેટરીમાં મોકલાયા

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એપ્રિલ માસ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કેરી, આઈસ્ક્રીમ, ગુલ્ફી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસવામાં આવી હતી. કુલ 65 સેમ્પલ, જેમાં 19 રેગ્યુલર અને 46 સર્વેલન્સના હતા, તે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે જુદી જુદી દુકાનો અને અન્ય સ્થળોએ તપાસ કરી સેમ્પલ એકત્ર કર્યા હતા. આ 65 નમૂનાઓમાં 3 ઘી, 3 કેરી, 1 આઈસ્ક્રીમ, 1 પનીર, 2 ચોકલેટ, 1 ગુલ્ફી, 2 શરબત અને 3 હોટલોમાંથી શાકના સેમ્પલનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઉનાળામાં લોકો દ્વારા વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી કેરીનો રસ, શરબત, કુલ્ફી અને આઈસ્ક્રીમ જેવી ચીજવસ્તુઓ આરોગ્યપ્રદ છે કે નહીં તેની ખાતરી કરવાનો હતો. તમામ સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી યોજાઈ:ગૌમાતા સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું, પ્રસાદ વિતરણ કરાયું
    Next Article
    ‘તમે મને મત આપી અભડાવતા નહીં’ : જીતુ સોમાણી:‘મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી ને મારે જોઈતા’ય નથી’; ભાજપ MLAએ કોંગ્રેસને મત આપવાનું કહેતાં હોવાનો વીડિયો વાઈરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment