Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તમે મને મત આપી અભડાવતા નહીં’ : જીતુ સોમાણી:‘મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી ને મારે જોઈતા’ય નથી’; ભાજપ MLAએ કોંગ્રેસને મત આપવાનું કહેતાં હોવાનો વીડિયો વાઈરલ

    6 days ago

    સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યારે એક વીડિયોએ ભારે ગરમાવો લાવી દીધો છે. મોરબી જિલ્લાના વાંકાનેર બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં તેઓ મતદારોને ભાજપને બદલે કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો તેજ બન્યા છે. શું છે સમગ્ર ઘટના? તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ચૂંટણી પૂર્વેનો એક વીડિયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, જીતુ સોમાણી વાંકાનેર માર્કેટયાર્ડ પાસે કાર્યકરો સાથે બેઠા છે. આ દરમિયાન દલડી ગામનો એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને કહે છે કે, મારી પાસે 50 વીઘા જમીન છે અને તમે પાણી છોડાવ્યું હોવાથી અમને ઘણો ફાયદો થયો છે, એટલે અમે ભાજપને જ મત આપીશું. આ વાત સાંભળી ધારાસભ્ય જીતુ સોમાણી ઉશ્કેરાઈ જાય છે અને સામે પક્ષે તેને ભાજપને બદલે કોંગ્રેસને મત આપવા માટે ભારપૂર્વક કહેતાં સંભળાય છે. 'વિધર્મીઓના મત મારે જોઈતા નથી': જીતુ સોમાણીનો ખુલાસો આ વીડિયો વાઈરલ થતા જ ધારાસભ્ય જીતુ સોમાણીએ પોતાની સફાઈ રજૂ કરી છે. તેમણે આ ઘટનાને એક ષડયંત્ર ગણાવતાં જણાવ્યું હતું કે, વીડિયો બનાવનાર વ્યક્તિ પ્યોર કોંગ્રેસી છે. તે જાણી જોઈને મારી ટીખળ કરવા અને મને ઉશ્કેરવા આવ્યો હતો. તેની દાનત ખોટી હોવાથી મેં પણ તેની ટીખળ કરી હતી અને તેને કોંગ્રેસને જ મત આપવા કહી દીધું હતું. ધારાસભ્યએ આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી અને મારે તેમના મત જોઈતા પણ નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે મને મત આપીને મતપેટીને અભડાવતા નહીં. આ વીડિયો માત્ર મને અને ભાજપને બદનામ કરવા માટે જ વાઈરલ કરવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહીની ચીમકી ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, આ વીડિયો પાછળ જે લોકોનો હાથ છે અને જેમણે આને સોશિયલ મીડિયામાં ફેલાવ્યો છે, તેમના મૂળ સુધી તેઓ જશે. તેમણે આ બાબતે કાયદાકીય સલાહ લીધી છે અને આગામી સમયમાં સંડોવાયેલા તમામ શખસો સામે લીગલ એક્શન (કાનૂની કાર્યવાહી) લેવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે? સ્થાનિક સ્તરે આ વીડિયો વાઈરલ થવાથી ભાજપની આંતરિક જૂથબંધી કે રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ભાજપ 'સૌનો સાથ, સૌનો વિકાસ'ની વાત કરે છે, ત્યારે ધારાસભ્યનું 'વિધર્મીઓ' અને 'અભડાવવા' અંગેનું નિવેદન પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલ તો વાંકાનેર અને સમગ્ર મોરબી જિલ્લામાં આ વીડિયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. -- આ પણ વાંચો જામનગરના સીંગચમાં ચૂંટણીમાં EVM કનેક્શનમાં ભૂલનો ગંભીર આક્ષેપ જામનગર જિલ્લાના સીંગચ ગામે યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં EVM મશીનોના જોડાણમાં ગંભીર ભૂલ થઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બૂથ નંબર 3 અને 4 પર થયેલી આ કથિત ગેરરીતિને સુધારવા અને તે સ્થળે ફરીથી મતદાન કરાવવા માટે ધારાસભ્ય હેમંત ખવા અને ગ્રામજનોએ કલેક્ટરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગે 65 ખાદ્ય સેમ્પલ લીધા:ઉનાળુ ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસવા લેબોરેટરીમાં મોકલાયા
    Next Article
    ફિનલેન્ડ અને આલ્બેનિયાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી:નકલી વિઝા ડોક્યુમેન્ટ આપી ગઠિયાએ 16 ગ્રાહકોના 70 લાખ રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment