Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરિયાની કાંડ બાદ ફૂડ વિભાગ જાગ્યું:રાજકોટનાં મોચીબજારમાંથી લાયસન્સ વિના વેંચાતા 1500 કિલો ચિકનનો નાશ, આરોગ્ય અધિકારીએ કહ્યું આવું ચિકન આરોગવાથી પેટ-આંતરડાનાં રોગો થવાની શક્યતા

    9 hours ago

    જામનગરમાં થોડા દિવસો અગાઉ બિરિયાની ખાવાથી અનેક લોકોને ઝાડા-ઉલટી થવાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ મનપાનો ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. અને આજે રાજકોટનાં મોચીબજાર ખાતેની માર્કેટમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 1500 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ ચિકનનો જથ્થો મળી આવતા અંદાજે રૂ. 3 લાખની કિંમતનાં જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ લાયસન્સ વિના ચિકનનું વેંચાણ કરતા વેપારીને નોટિસ ફટકારીને વહીવટી ચાર્જ (દંડ) પણ વસુલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં નોનવેજ વેચતા વેપારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા આજરોજ મોચી બજારમાં ફિશ માર્કેટની બાજુમાં આવેલી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન પેઢી 1 (એસ. એસ. ફ્રેશ ચિકન) અને પેઢી 2 (અલી ફ્રેશ ચિકન)માંથી કુલ મળીને અંદાજિત 1500 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ચિકનનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પેઢી 1 માંથી 1100 કિલો અને પેઢી બીજી પેઢીમાંથી 400 કિલો નષ્ટ કરવા યોગ્ય જથ્થો ઝડપાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત ચિકનના આ જથ્થા ઉપર ઉત્પાદન કે કોઈપણ પ્રકારનું લેબલિંગ કરેલું નહોતું અને સાવ અનહાઇજેનિક કન્ડિશનમાં તમામ જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. ચિકનનાં સોર્સિંગ અંગેનું કોઈ પુરાવો કે રજૂઆત કરવામાં આવી ન હતી. આ તમામ જથ્થો પ્લાસ્ટિકના જબલામાં પેક કરવામાં આવ્યો હતો અને વેપારીઓ પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ તેમજ પરવાનગી નહીં હોવાનું પણ સામે આવ્યું હતું. અંદાજે રૂ. 3,00,000 ની કિંમતના આ 1500 કિલો ચિકનનો જથ્થો સીઝ કરી, સોલિડ વેસ્ટની ટીપરવાન મારફતે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સેમ્પલ લઈને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં તાજેતરમાં બિરયાની ખાવાના કારણે લોકોને ઝાડા-ઉલટી થવાની ઘટનાઓ સામે આવી હતી. આ પ્રકારનું બિનઆરોગ્યપ્રદ ચિકન ખાવાથી 100 ટકા પેટ અને આંતરડાના રોગો તથા ઝાડા-ઉલટીનું આઉટબ્રેક થઈ શકે છે, તેમજ અન્ય ગંભીર ઇન્ફેક્શન થવાની પૂરી શક્યતા રહે છે. ફૂડ વિભાગ દ્વારા આસપાસનું અને સ્ટોરેજનું વાતાવરણ સંપૂર્ણપણે બિનઆરોગ્યપ્રદ હોવાનું માલૂમ પડતા વેપારીને દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અધિકારીએ ડો. વાંકાણીએ નાગરિકોને અપીલ કરી છે કે ચિકન કે તેની કોઈપણ આઈટમ ખરીદતા પહેલાં તેનું પેકેજિંગ અવશ્ય ચકાસો અને એફ.એસ.એસ.એ.આઈ. (FSSAI) નું લાયસન્સ મેળવેલી પેઢી પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો. આ રીતે વેચાતું ચિકન કદાચ થોડું સસ્તું હોઈ શકે પરંતુ આરોગ્ય માટે ખરેખર ખૂબ જોખમી હોય છે. ત્યારે લોકો પણ આવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ આરોગવાનું ટાળે તે ખૂબ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણાં કર્યા:JNU પ્રોફેસર પર જાતીય સતામણીના આરોપોને લઈ કોંગ્રેસનો વિરોધ
    Next Article
    વ્યારામાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસની પદયાત્રા:પૂર્વ MLA સહિત આગેવાનોની અટકાયત, કોંગ્રેસે પોલીસ કાર્યવાહીને 'લોકશાહીની હત્યા' ગણાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment