Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડી નજીક મશીનમાં આવી જતા યુવકે બંને પગ ગુમાવ્યા:કોન્ટ્રાક્ટરના કહેવાથી ઈજાગ્રસ્તના ભાઈએ પોલીસને ખોટું નિવેદન આપ્યું, પીડિતના નિવેદનથી ભાંડો ફૂટ્યો

    10 hours ago

    મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારની એરીસ એગ્રો લિમિટેડ કંપનીમાં નાઈટ શિફ્ટ દરમિયાન બ્લેન્ડર મિક્સર મશીનમાં આવી જતાં 18 વર્ષીય શ્રમિક યુવકને બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં તબીબોએ યુવકના અડધા અડધા પગ કાપવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાને છુપાવવા કંપનીના કોન્ટ્રાક્ટરે પોલીસને રોડ અકસ્માતની ખોટી માહિતી અપાવી હતી, જ્યારે પ્રોડક્શન મેનેજરે મશીન પર તાજું વેલ્ડિંગ કરાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનાહિત કાવતરું રચવા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મશીનમાં આવી જતાં બિક્રમને ઈજા થઈ હતી બિહારના મહાપુર ગામના વતની અને હાલ ઘુમાસણ પાટિયા નજીક રહેતા 18 વર્ષીય બિક્રમ માંઝી રાજપુર સીમમાં એરીસ એગ્રો લિમિટેડ કંપનીના પીંચ મશીન ગોડાઉનમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. 19 જુલાઈ 2026ના રોજ રાત્રિના સમયે બ્લેન્ડર મિક્સર મશીનમાં પાવડર નાખવા જતાં મશીન ઉપર લગાવેલી પતરાની પ્લેટ ખસી ગઈ હતી. જેના કારણે બિક્રમ મશીનમાં આવી જતાં તેના બંને પગે ગંભીર ઈજા પહોંચી હતી. મશીનની લોખંડની પટ્ટી કાપીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. અકસ્માત થયાનું પોલીસ સમક્ષ ખોટું નિવેદન આપ્યું ઈજાગ્રસ્તના કૌટુંબિક ભાઈ રોહિત માંઝીએ શરૂઆતમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મહેસાણા-અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ, ઈજાગ્રસ્ત બિક્રમ માંઝી ભાનમાં આવતાં તેણે કંપનીમાં મશીનમાં આવી જવાથી બનાવ બન્યો હોવાનું સાચું નિવેદન આપ્યું હતું. કોન્ટ્રાક્ટરના કહેવાથી નિવેદન આપ્યાનો ખુલાસો બિક્રમના નિવેદન બાદ રોહિતની કડક પૂછપરછ કરતાં તેણે ખુલાસો કર્યો હતો કે, કંપનીના કોન્ટ્રાક્ટર રાકેશ દેવજીભાઈ પ્રજાપતિ (રહે.માંડવા,તા.અંકલેશ્વર)ના કહેવાથી તેણે પોલીસને રોડ અકસ્માતની ખોટી માહિતી આપી હતી. આ ઉપરાંત, કંપનીના પ્રોડક્શન મેનેજર સંતોષ શ્રીહરી ગવળે (રહે.કડી પાંજરાપોળ,તા.કડી)એ ઘટના બની ગયા બાદ બ્લેન્ડર મિક્સર મશીનની કાપેલી લોખંડની પટ્ટીઓ પર તાજું વેલ્ડિંગ કરાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. નંદાસણ પોલીસ સ્ટેશનના PSI જે.એમ.ગેહલાવતે આ મામલે કંપનીના કોન્ટ્રાક્ટર રાકેશ પ્રજાપતિ, પ્રોડક્શન મેનેજર સંતોષ ગવળે અને ખોટી માહિતી આપનાર રોહિત માંઝી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા તથા પુરાવાનો નાશ કરવા અંગે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કારવાઈ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Amazon Great Freedom Sale 2026: Best Deals on OnePlus Mobiles Like OnePlus 15R, Nord 6, and More
    Next Article
    1500 કેદીઓએ નશામુક્તિનાં શપથ લીધા:રાજકોટ મધ્યસ્થ જેલમાં નશામુક્ત અભિયાન અંતર્ગત કેદી જાગૃતિ સેમિનાર યોજાયો, સનાતન સંત સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment