Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી યોજાઈ:ગૌમાતા સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું, પ્રસાદ વિતરણ કરાયું

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગુરુવારે ગૌસન્માન આહવાન ભારત અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાય માતાના સન્માન, સેવા અને સુરક્ષાના મુદ્દાઓને લઈને આ રેલી નલિનકાંત ગાંધી ટાઉન હોલથી શરૂ થઈ મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં પ્રાર્થનાપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગૌમાતાનું એક બચ્ચું પણ જોડાયું હતું. આ અભિયાન હેઠળ હિંમતનગરના ડૉ. નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે વિવિધ ગૌભક્તો અને સામાજિક સંગઠનો એકત્રિત થયા હતા. ઢોલ-નગારા સાથે, હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કરતા ગૌભક્તોએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય 'ગાયમાતાનું સન્માન કરો, ગાયમાતાની સેવા કરો અને ગાયમાતાની સુરક્ષા કરો' જેવા સંદેશાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ બહુમાળી ભવન ખાતે પહોંચી હતી. અહીં પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદારને ગૌમાતાના સંરક્ષણ માટે કડક કાયદા અને તેના અસરકારક અમલીકરણની માંગ સાથેનું પ્રાર્થનાપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રેલીમાં મહિલાઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાર્થનાપત્ર સુપરત કર્યા બાદ સૌ ગૌભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભારતે 13 પાકિસ્તાની એરક્રાફ્ટ અને 11 બેઝ તબાહ કર્યા:ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાઓએ કર્યો નવો ખુલાસો, કહ્યું- આતંકવાદ સામે લડતા રહીશું
    Next Article
    સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગે 65 ખાદ્ય સેમ્પલ લીધા:ઉનાળુ ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસવા લેબોરેટરીમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment