Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા લેબર કોર્ટમાં 34 કામદારોને 10 વર્ષે ન્યાય મળ્યો:આદિત્ય બિરલા કંપનીએ નેશનલ લોક અદાલતમાં ₹65 લાખનું વળતર ચૂકવ્યું

    7 hours ago

    ગોધરા લેબર કોર્ટમાં 10 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ આખરે 34 કામદારોને ન્યાય મળ્યો છે. મધાસર સ્થિત આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારોને નેશનલ લોક અદાલતમાં થયેલા સમાધાન અંતર્ગત ₹65 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો સુખદ અંત આવતાં શ્રમિક પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે. લોક અદાલતમાં બંને પક્ષો વચ્ચે સમાધાન આ કાનૂની વિવાદમાં નેશનલ લોક અદાલત સમક્ષ બંને પક્ષોએ હકારાત્મક વલણ દાખવી સમાધાન સાધ્યું હતું. કંપનીએ 34 કામદારોના હિતમાં નિર્ણય લઈને પગાર વધારા સાથે કુલ ₹65 લાખની રકમ વળતર પેટે ચૂકવી આપી છે. દસ વર્ષ જેટલા લાંબા સમય બાદ કાનૂની પ્રક્રિયાનો ઉકેલ આવતાં કામદારોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે. અન્ય શ્રમિકોની અરજીઓ પણ પેન્ડિંગ આ 34 કામદારો ઉપરાંત કંપનીના અન્ય 42 શ્રમિકોએ પણ પોતાના હક અને બાકી લેણાં મેળવવા માટે લેબર કોર્ટમાં અરજીઓ કરેલી છે. નેશનલ લોક અદાલતમાં સફળતાપૂર્વક થયેલા આ સમાધાન બાદ હવે બાકી રહેલા શ્રમિકોને પણ વહેલી તકે ન્યાય અને વળતર મળશે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી દર્શનાબેન વાઘેલાએ પાટણમાં યુવાનો સાથે નશામુક્તિ પર સંવાદ કર્યો:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભવાઈ દ્વારા વ્યસનથી દૂર રહેવા જાગૃત કરાયા
    Next Article
    Opinion: Blog | I'm A Woman Motorcyclist, And I Refuse To Be Told Where I Belong

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment