Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેન્શનમાંથી મુક્ત થવા સત્સંગમાં જોડાવાનો સાધુ પ્રેમવત્સલદાસજીનો સંદેશ:કુમકુમ મણિનગર મંદિરે શ્રાવણમાસમાં આપી આધ્યાત્મિક શાંતિની શીખ

    7 hours ago

    સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસમાં જણાવ્યું કે, ટેન્શનમાંથી મુક્ત થવા માટે થોડો સમય સત્સંગમાં જોડાવવું જોઈએ. તેમણે કહ્યું કે આજે માણસ પાસે ધન-દોલત, ગાડી, મોટો બંગલો અને ઘણી ભૌતિક સુવિધાઓ છે. છતાં જો તેને પૂછવામાં આવે કે શું મનમાં શાંતિ છે, તો મોટાભાગે જવાબ 'ના' જ મળશે. આનું કારણ એ છે કે આપણે જીવનની પહેલી પસંદગીઓ ભૂલી ગયા છીએ. સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રશ્ન કર્યો કે માણસ આખો દિવસ દોડે છે, પણ કઈ દિશામાં? આપણા જીવનમાં ભગવાન ક્યાં છે? તેમણે યાદ અપાવ્યું કે જ્યાં સુધી જીવનના કેન્દ્રમાં ભગવાન નહીં હોય, ત્યાં સુધી સાચી શાંતિ ક્યારેય નહીં મળે. આપણા ભારતીય સંસ્કારો કહે છે કે દિવસની શરૂઆત પ્રભુ પૂજા-પાઠથી થવી જોઈએ અને મંદિરે દર્શન કરવા જવું જોઈએ. દિવસભર ઈમાનદારીથી કામધંધો કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ સાંજે ઘેર આવીને પરિવાર સાથે બેસીને ઘર સભા થવી જોઈએ, ભગવાનનું ભજન-કીર્તન થવું જોઈએ અને સત્સંગને મહત્વ મળવું જોઈએ. આ જ કાયમી સત્ય સમજાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાએ સમગ્ર માનવજાત માટે એક દિવ્ય જીવનસૂત્ર આપ્યું છે: 'ભગવાન મુખ્ય અને દુન્યવી કામો ગૌણ'. જીવનપ્રાણ સ્વામીબાપા કહેતા કે દુન્યવી કામો શરીર ચલાવવા માટે જરૂરી છે, પણ જીવના કલ્યાણ માટે તો ભગવાન જ મુખ્ય હોવા જોઈએ. જો જીવનમાં ભગવાન પ્રથમ સ્થાને હશે, તો દુન્યવી કામો આપોઆપ સુધરી જશે અને જીવનમાં અખંડ શાંતિનો અનુભવ થશે. આપણે જીવનપ્રાણ સ્વામીબાપાના આ સૂત્રને ખરા અર્થમાં જીવનમાં ઉતારીએ. દુન્યવી કામોને થોડા ગૌણ કરીએ, રોજિંદી દોડધામમાંથી થોડો વિરામ લઈએ અને ગુરુનું ઋણ ચૂકવવા સત્સંગમાં વધુ જોડાઈએ.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર:દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો
    Next Article
    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં HCમાં સુનાવણી:કેજરીવાલે હાઇકોર્ટે કરેલા 25 હજારનો દંડ સામે ડબલ જજની બેન્ચ સમક્ષ કરી હતી અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment