Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર:દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો

    9 hours ago

    અરબ સાગરમાં ભારતીય અને પાકિસ્તાની નૌકાદળના જહાજો વચ્ચે ટક્કર થઈ. આ ઘટના ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની. ભારત અનુસાર, નિયમિત દેખરેખ મિશન પર તૈનાત ભારતીય યુદ્ધ જહાજ પાસે પાકિસ્તાની જહાજ તેજ ગતિએ આવ્યું અને અસુરક્ષિત રીતે દિશા બદલી. આ દરમિયાન બંને જહાજો ટકરાયા. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. ત્યારબાદ ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો. ભારતે પાકિસ્તાની નૌકાદળના જહાજના વર્તનને અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક ગણાવ્યું. સૂત્રો અનુસાર, ટક્કરમાં સામેલ પાકિસ્તાની જહાજનું નામ પીએનએસ હુનૈન છે. આ પાકિસ્તાન નૌકાદળનું યારમૂક ક્લાસનું દરિયાઈ પેટ્રોલિંગ જહાજ છે, જેનો ઉપયોગ સમુદ્રમાં દેખરેખ અને પેટ્રોલિંગ માટે થાય છે. ભારતીય નૌકાદળના જે જહાજ સાથે તેની ટક્કર થઈ, તેની માહિતી હજુ સામે આવી નથી. આ પછી ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો. ભારતે પાકિસ્તાની નૌકાદળના જહાજના વર્તનને અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક ગણાવ્યું. દિશા બદલતી વખતે બંને વચ્ચે ટક્કર થઈ ANI અનુસાર, ભારતીય નૌકાદળનું એક યુદ્ધજહાજ ઉત્તર અરબ સાગરમાં નિયમિત દેખરેખ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ તેજ ગતિએ ભારતીય જહાજની નજીક આવી ગયું. પાકિસ્તાની જહાજે જે રીતે પોતાની દિશા બદલી, તેને અસુરક્ષિત અને બિન-વ્યાવસાયિક ગણાવવામાં આવ્યું છે. ત્યારબાદ બંને જહાજો વચ્ચેનું અંતર સતત ઘટતું ગયું અને અંતે તેઓ એકબીજા સાથે ટકરાઈ ગયા. ટક્કરમાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, હજુ સુધી બંને જહાજોના નામ અને ટક્કરની ચોક્કસ જગ્યાની માહિતી જાહેર કરવામાં આવી નથી. આ ઘટના સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે… 35 વર્ષ જૂના કરારનું ઉલ્લંઘન જણાવ્યું ભારતે પાકિસ્તાનને શું કહ્યું? વિદેશ મંત્રાલયે પાકિસ્તાની ચાર્જ ડી'અફેયર્સને કહ્યું કે તેઓ ભારતનો વાંધો પાકિસ્તાનના સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડે. ભારતે કહ્યું કે સમુદ્રમાં તમામ સૈન્ય જહાજોએ સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ અને બંને દેશો વચ્ચે થયેલા કરારોનું પાલન કરવું જોઈએ. ભારતે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ. ઇસ્લામાબાદમાં હાજર ભારતીય ચાર્જ ડી'અફેયર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ ભારત તરફથી વિરોધ નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે. શું આવી ઘટના પહેલા પણ બની છે? ભારત અને પાકિસ્તાનની નૌકાદળ વચ્ચે સમુદ્રમાં આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે. 2011માં ભારતીય નૌકાદળના INS દોગાવરી અને પાકિસ્તાની નૌકાદળના PNS બાબર વચ્ચે પણ ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે બંને દેશોએ એકબીજાના જહાજ પર ખતરનાક રીતે ચાલવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ત્યારે પણ 1991ના કરારના આર્ટિકલ 10નો હવાલો આપતા પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો. વર્તમાન કેસમાં પણ ભારતે સમુદ્રમાં નિર્ધારિત નિયમો અને બંને દેશોના જહાજો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવા અંગે વાંધો ઉઠાવ્યો છે. ---------------------------- આ સમાચાર પણ વાંચો: સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડ્યું:મક્કા-જેદ્દાહમાં 'ઈમરજન્સી એલર્ટ'; મુશ્કેલ ઘડીએ પાકિસ્તાને હાથ ઊંચા કર્યા, હુતી બોલ્યા- મક્કાને કોઈ જોખમ નથી સાઉદી અરબના એર ડિફેન્સ સિસ્ટમે મંગળવારે મક્કાના દક્ષિણમાં એક હુતી ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધું. સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને બુધવારે જણાવ્યું કે ડ્રોનને મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં દાખલ થતા પહેલા જ તોડી પાડવામાં આવ્યું. સૈન્ય ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળો અને યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરબ માટે રેડ લાઇન છે. તેમણે કહ્યું કે ગઠબંધન હુતીઓ વિરુદ્ધ જરૂરી પગલાં લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    पाकिस्तान में लॉकडाउन की तैयारी, पेट्रोल-डीजल पर त्राहिमाम, हफ्ते में बस 4 दिन काम, बाकी वर्क फ्रॉम होम
    Next Article
    ટેન્શનમાંથી મુક્ત થવા સત્સંગમાં જોડાવાનો સાધુ પ્રેમવત્સલદાસજીનો સંદેશ:કુમકુમ મણિનગર મંદિરે શ્રાવણમાસમાં આપી આધ્યાત્મિક શાંતિની શીખ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment