Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના ‘મામા ચેવડાવાળા’ ગણપતિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર:વિદેશી ભક્તોના દાનથી બાપ્પા માટે આભૂષણો તૈયાર; માનતા પૂરી થતાં ભક્તો મૂકે છે મંગલમૂર્તિ

    1 day ago

    ગણેશ ઉત્સવ દરમિયાન નવસારીના ટાવર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ 'મામા ચેવડાવાળા' ગણપતિ ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લા 58 વર્ષથી સ્તુતિ ગણેશ મંડળ દ્વારા અહીં બાધાના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. વિદેશ જવાના વિઝા, નોકરી, સંતાન પ્રાપ્તિ કે કૌટુંબિક સમસ્યાઓ દૂર કરવા માટે ભક્તો અહીં બાપ્પાના ચરણોમાં શીશ નમાવે છે. ભક્તોની મનોકામનાઓ અહીં અચૂક પૂરી થતી હોવાની ઊંડી આસ્થા જોડાયેલી છે. બાધા પૂર્ણ થવાની અનોખી પરંપરા 'મામા ચેવડાવાળા'ની સામે બિરાજતા આ ગણેશજી 'મન્નત કા રાજા' તરીકે ઓળખાય છે. મનોકામના પૂરી થતાં ભક્તો આગામી વર્ષે ભેટ રૂપે એક નાની મંગલમૂર્તિ મૂકે છે. આ વર્ષે મંડપમાં 865 થી વધુ મંગલમૂર્તિઓ સ્થાપિત કરાઈ છે, જે ભૂતકાળમાં 1000 ને પણ પાર કરી ચૂકી છે. મુખ્ય ગણપતિ સાથે જ આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. એનઆરઆઈ ભક્તોમાં અપરંપાર શ્રદ્ધા નવસારીમાંથી અમેરિકા, કેનેડા, લંડન અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં સ્થાયી થયેલા NRI ભક્તો પણ મોટી સંખ્યામાં શ્રદ્ધા ધરાવે છે. વિદેશ સ્થિત ભક્તોની બાધા પૂરી થતાં તેઓ અહીં દાન મોકલે છે. આ દાનમાંથી બાપ્પા માટે 14 કિલો ચાંદી અને 10 ગ્રામ સોનાના આભૂષણો તેમજ ચાંદીના મુષક મહારાજ તૈયાર કરાવાયા છે. 24 વર્ષથી મહાયાગ અને ભંડારો સ્તુતિ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી ભવ્ય યાગનું આયોજન કરવામાં આવે છે, જેમાં 1008 મોદકની આહુતિ આપવામાં આવે છે. આ યાગ બાદ 4 થી 5 હજાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન થાય છે. મંડળના યુવાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે આયોજન સંભાળવામાં આવે છે. સ્થાનિકો અને દર્શનાર્થીઓ મંડપની દિવ્ય અને સકારાત્મક ઉર્જાથી શાંતિ અનુભવે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ:10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીને માર મારતા કહ્યું તારા બાપથી તું ન સચવાઈ, હવે મારે તને સાચવવાની
    Next Article
    કારખાનામાંથી 1.33 લાખના કપૂરની ચોરીનો ગુનો ભેદાયો:જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે અવની ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ. 1.33 લાખના કપૂરની ચોરી કરનાર પોતાના જ કારખાનાના કર્મચારીની ચોરાઉ મુદ્દામાલ સાથે અટકાયત કરી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment