Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારખાનામાંથી 1.33 લાખના કપૂરની ચોરીનો ગુનો ભેદાયો:જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે અવની ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ. 1.33 લાખના કપૂરની ચોરી કરનાર પોતાના જ કારખાનાના કર્મચારીની ચોરાઉ મુદ્દામાલ સાથે અટકાયત કરી.

    1 day ago

    ​જૂનાગઢના જૂના બાયપાસ રોડ પર હીંગળાજ હોટેલ સામે આવેલ 'અવની ઇન્ડસ્ટ્રીઝ' નામના કારખાનામાંથી ગત તા. 01 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન 128 કિલોગ્રામ ભીમશેની કપૂરની ચોરીનો બનાવ બન્યો હતો. કારખાનાના માલિક નયનભાઈ સુરેશભાઈ વસાણીએ આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો હતો. ​ગુનો અણઉકેલાયેલ હોવાથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે કારખાનામાં જ કામ કરતો આકાશ રમેશભાઈ ક્યાડા જ આ ચોરીમાં સંડોવાયેલ છે અને તે ચોરેલા કપૂર સાથે સરગવાડા નવા બાયપાસ પાસે ઊભો છે. બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતાના જ શેઠના કારખાનામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ​પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે ચોરી કરેલ કપૂર પૈકીનો અમુક જથ્થો બસ સ્ટેશન સામે આવેલ 'ગીરીરાજ અગરબત્તી'ના દિલીપભાઈ સેઠીયાને વેચી દીધો હતો. પોલીસે 27 વર્ષીય આરોપી આકાશ ક્યાડાની અટકાયત કરી તેની પાસેથી કુલ 137.300 કિલોગ્રામ કપૂર, જેની કિંમત રૂ. 1,33,960 થાય છે તે મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સફળ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. બી.જી. ચેતરીયા, પી.એસ.આઈ. ડી.કે. પટેલ અને તેમની સ્ટાફની ટીમે પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીના ‘મામા ચેવડાવાળા’ ગણપતિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર:વિદેશી ભક્તોના દાનથી બાપ્પા માટે આભૂષણો તૈયાર; માનતા પૂરી થતાં ભક્તો મૂકે છે મંગલમૂર્તિ
    Next Article
    જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ:બંને કુંડમાં 68 ગણેશ મૂર્તિઓનું વિસર્જન; ખંભાળિયા બાયપાસમાં 51 અને સરદાર રિવેરામાં 17 મૂર્તિઓ વિસર્જિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment