Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડમકલે પરિવારે ગણેશજીની સ્થાપના કરી:દર વર્ષે અલગ થીમ પર ઉજવાય છે ઉત્સવ, પરિવાર અને રહીશોમાં અનેરો ઉત્સાહ

    6 hours ago

    અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા ડમકલે પરિવાર છેલ્લા 33 વર્ષથી પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી રહ્યો છે. આ વર્ષે પણ પરિવારમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોહન ડમકલેના નિવાસસ્થાને આયોજિત આ ગણેશોત્સવમાં દર વર્ષે અલગ-અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે ઉંદર દ્વારા મંજીરા વગાડીને ગણેશજીનું સ્વાગત કરાઈ રહ્યું છે. ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્તમાં પરિવારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે બાપાની મૂર્તિની પધરામણી અને પૂજા-અર્ચના કરી હતી. ગણેશ વંદના અને ભક્તિપદ ગાઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ગણેશોત્સવ દરમિયાન સવાર-સાંજ મહાઆરતી, કીર્તન અને વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવશે. મેમનગરના સહજાનંદ એસોસિએટના રહીશોમાં પણ ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહ છે. આજુબાજુના રહીશો અને પરિવારજનો દર્શનાર્થે આવીને બાપાના આશીર્વાદ લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમનું જળસ્તર 137.47 મીટરે પહોંચ્યું:મહત્તમ સપાટીથી માત્ર 1.21 મીટર દૂર, 50,970 ક્યુસેક પાણીની આવક
    Next Article
    જૂનાગઢમાંથી નકલી દૂધ બનાવવાનું રેકેટ પકડાયું:ડુંગરપુરમાંથી શખસ દબોચાયો, 5 મહિનાથી પામોલીન તેલ-પાવડરથી બનાવતો; દરરોજ 800 લીટર દૂધ બે ડેરીમાં વેચતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment