Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમનું જળસ્તર 137.47 મીટરે પહોંચ્યું:મહત્તમ સપાટીથી માત્ર 1.21 મીટર દૂર, 50,970 ક્યુસેક પાણીની આવક

    6 hours ago

    નર્મદા ડેમ સહિતના જળાશયોમાં પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 50,970 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં 50,970 ક્યુસેક પાણીની આવક નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતે જળસ્તર વધીને 137.47 મીટર નોંધાયું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આમ, ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 1.21 મીટર દૂર છે. હાલ ડેમના તમામ ગેટ બંધ રાખવામાં આવ્યા છે. કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી છોડાયું સરદાર સરોવર ડેમમાં હાલ 50,970 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે કેનાલમાં 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવકને ધ્યાનમાં રાખીને રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન પણ શરૂ કરવામાં આવ્યા છે. ઇન્દિરા સાગર ડેમમાં પણ જળસ્તર વધ્યું ઇન્દિરા સાગર ડેમ ખાતે હાલ જળસ્તર 260.85 મીટર નોંધાયું છે. ડેમનું FRL એટલે કે મહત્તમ જળસ્તર 262.13 મીટર છે. અહીં હાલમાં 8 મશીન કાર્યરત છે અને 1,840 ક્યુમેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ઓમકારેશ્વર ડેમમાં 1,896 ક્યુમેક ડિસ્ચાર્જ ઓમકારેશ્વર ડેમ ખાતે જળસ્તર 195.05 મીટર નોંધાયું છે, જ્યારે અહીંનું FRL 196.60 મીટર છે. પ્રોજેક્ટમાં પણ 8 મશીન કાર્યરત છે અને 1,896 ક્યુમેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ઓમકારેશ્વર ડેમના ગેટ હાલ બંધ છે. ત્રણેય ડેમમાં પાણીની સ્થિતિ પર નજર નર્મદા ડેમ, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક અને જળસ્તરમાં વધારો થતાં સંબંધિત તંત્ર દ્વારા પાણીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીની નજીક પહોંચતાં આવક અને જળસ્તરની સ્થિતિ મહત્વપૂર્ણ બની છે.
    Click here to Read More
    Previous Article
    મક્કામાં પહેલીવાર મિસાઈલ એટેકનું ઈમરજન્સી એલર્ટ:હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા
    Next Article
    અમદાવાદમાં ડમકલે પરિવારે ગણેશજીની સ્થાપના કરી:દર વર્ષે અલગ થીમ પર ઉજવાય છે ઉત્સવ, પરિવાર અને રહીશોમાં અનેરો ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment