Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાંથી નકલી દૂધ બનાવવાનું રેકેટ પકડાયું:ડુંગરપુરમાંથી શખસ દબોચાયો, 5 મહિનાથી પામોલીન તેલ-પાવડરથી બનાવતો; દરરોજ 800 લીટર દૂધ બે ડેરીમાં વેચતો

    7 hours ago

    રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતા ઈસમોને પકડવાની ચાલતી વિશેષ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી બાતમીના આધારે એક મોટા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઇકબાલ ચૌહાણ નામનો શખ્સ પોતાના ઘરમાં દૂધ બનાવવાનો પાવડર અને પામોલીન તેલનો ઉપયોગ કરીને બનાવટી દૂધ બનાવી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો. તેના ઘરમાંથી આશરે 35 લીટર બનાવટી દૂધ, પામોલીન તેલના 13 ડબ્બા, સાગર અને અમુલ બ્રાન્ડના દૂધ બનાવવાના પાવડરના પેકેટો તથા લૂઝ પાવડર સહિત કુલ રૂપિયા 86,640ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 5 મહિનાથી આ રીતે બનાવટી દૂધ બનાવતો પકડાયેલા આરોપી છેલ્લા 4થી 5 મહિનાથી આ પ્રકારે બનાવટી દૂધ બનાવતો હતો. તે મેંદરડા ખાતે આવેલ મયુર ટ્રેડર્સ વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધ બનાવવાનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ મિક્સરમાં પામોલીન તેલ, પાવડર અને પાણી મિક્સ કરીને ઘટ્ટ ડુપ્લીકેટ દૂધ તૈયાર કરતો હતો. દરરોજ 800 લીટર દૂધ બે પ્રાઇવેટ ડેરીમાં વેચતો ​આરોપી પોતાના ઘરે બનાવેલા આ ડુપ્લીકેટ દૂધને ઓરિજિનલ દૂધ સાથે ભેળવી દેતો હતો અને સવાર-સાંજ થઈને દરરોજ આશરે 20થી 22 કેન એટલે કે આશરે 800 લીટર દૂધ બે પ્રાઇવેટ ડેરીઓમાં વેચતો હતો. જેમાં નાગલપુર ગામે પ્રાઇવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી અને નાંદરખી ગામે પ્રાઇવેટ ડેરી ચલાવતા મીતુલભાઈ પટેલનો સમાવેશ થાય છે. ઠંડુ કરીને માળીયા ચીલીંગ સેન્ટરમાં મોકલતા તપાસમાં બહાર આવ્યું હતું કે, નાંદરખીના મીતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોનું દરરોજનું 1200થી 1500 લીટર દૂધ એકત્રિત થતું હતું, જેને તેઓ ઠંડુ કરીને માળીયા ચીલીંગ સેન્ટરમાં મોકલતા હતા. જ્યારે નાગલપુરના ડાયા રબારી પાસે રોજનું 1500થી 2000 લીટર દૂધ ભેગું થતું હતું જે વાડલા ફાટક પાસે આવેલી સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું. દૂધ અને સામગ્રીના સેમ્પલને FSLમાં મોકલાયા ​આ સમગ્ર કૌભાંડ પકડાયા બાદ સ્થળ પર હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા બનાવટી દૂધ અને સામગ્રીના સેમ્પલ મેળવીને વધુ પરીક્ષણ અર્થે FSL કચેરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ડમકલે પરિવારે ગણેશજીની સ્થાપના કરી:દર વર્ષે અલગ થીમ પર ઉજવાય છે ઉત્સવ, પરિવાર અને રહીશોમાં અનેરો ઉત્સાહ
    Next Article
    16 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:તુલા રાશિના અટકેલા કામ પૂર્ણ થશે, કુંભ અને મીન જાતકોને મોટી સિદ્ધિ મળવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment