Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદા જળ કળશ સાથે બાઈક યાત્રા શરૂ:મંત્રી પ્રફુલ પાનશેરીયા અને નાયબ દંડક વિજય પટેલ પણ જોડાયા, યાત્રાનું આગેવાનોએ સ્વાગત કર્યું

    13 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં 25 વર્ષ પૂરા થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નર્મદા જિલ્લામાં બાઈક યાત્રા યોજાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. નાયબ દંડક વિજય પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તિલકવાડા સુધી બાઈક ચલાવી યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે કેબિનેટ મંત્રી પ્રફુલ પાનશેરીયા એકતાનગરથી યાત્રામાં જોડાયા હતા. ભાદરવા અને દેવલિયા થઈ તિલકવાડા પહોંચેલી યાત્રાનું સ્થાનિક આગેવાનો અને આંગણવાડી બહેનો દ્વારા સ્વાગત કરાયું હતું. તિલકવાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ પછી મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ યાત્રા વડોદરા જિલ્લા તરફ આગળ વધી હતી. આ યાત્રામાં પ્રાંત અધિકારી પરશનજીત કૌર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ભાજપ અધ્યક્ષ નીલ રાવ સહિતના આગેવાનો, પ્રદેશ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ઋષિ પંચમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી:પંચદેવ અને મહાકાલી માતાજીના મંદિરે મહિલાઓએ સાત ઋષિઓની પૂજા કરી
    Next Article
    સાઉથ બોપલની ગાર્ડન રેસીડેન્સી-1માં બાળકો માટે ક્વિઝ યોજાઈ:ગણેશોત્સવના પ્રથમ દિવસે જ્ઞાનવૃદ્ધિ સાથે મનોરંજનનો કાર્યક્રમ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment