Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ઋષિ પંચમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી:પંચદેવ અને મહાકાલી માતાજીના મંદિરે મહિલાઓએ સાત ઋષિઓની પૂજા કરી

    12 hours ago

    હિંમતનગરમાં ઋષિ પંચમી (સામા પાંચમ) નિમિત્તે આજે વિવિધ મંદિરોમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શહેરના મહાવીરનગર ચાર રસ્તા નજીક આવેલા પંચદેવ મંદિર તેમજ કાંકરોલ રોડ પર આવેલા મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં મહિલાઓ પૂજા માટે ઉમટી હતી. સાત ઋષિઓની માટીની પ્રતિકૃતિ બનાવી પૂજન મંદિર પરિસરમાં માટીમાંથી સાત ઋષિઓની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. મહિલાઓએ ઋષિઓને રૂ, કંકુ અને ફૂલ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ દીવો પ્રગટાવી ઋષિઓનું સ્મરણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સપ્તર્ષિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા ઋષિ પંચમીના દિવસે સાત ઋષિઓનું પૂજન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા છે. આ દિવસે સપ્તર્ષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠનું સ્મરણ કરીને પૂજન કરવામાં આવે છે. કંકુ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ પરંપરા મુજબ પૂજાનું સ્થળ સાફ કરી પાટલો મૂકી તેના પર સાત ઋષિઓની માટીની પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવે છે. ઋષિઓને પાણીથી શુદ્ધ કર્યા બાદ કંકુ, અક્ષત, ફૂલ અને રૂ અર્પણ કરવામાં આવે છે. દીવો અને ધૂપ પ્રગટાવી ઋષિઓનું સ્મરણ તથા પ્રાર્થના કરવામાં આવે છે. અંતે ફળ અને નૈવેદ્ય અર્પણ કરી આરતી કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની શાળામાં ગણેશ ચતુર્થીએ બિલિપત્ર વૃક્ષારોપણ કરાયું:પરંપરાગત ઉજવણીથી અલગ, 'વસિષ્ઠ' નામ આપી બાળકોએ લીધો સંકલ્પ
    Next Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદા જળ કળશ સાથે બાઈક યાત્રા શરૂ:મંત્રી પ્રફુલ પાનશેરીયા અને નાયબ દંડક વિજય પટેલ પણ જોડાયા, યાત્રાનું આગેવાનોએ સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment