Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની શાળામાં ગણેશ ચતુર્થીએ બિલિપત્ર વૃક્ષારોપણ કરાયું:પરંપરાગત ઉજવણીથી અલગ, 'વસિષ્ઠ' નામ આપી બાળકોએ લીધો સંકલ્પ

    12 hours ago

    સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી શાળા ક્રમાંક-૨૯૫ (પીએમશ્રી શાળા) માં ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર એક ખાસ રીતે ઉજવાયો. બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને આદર વધારવા માટે અહીં બિલિપત્રનું વૃક્ષારોપણ અને પૂજન કરવામાં આવ્યું. સામાન્ય રીતે ગણેશ ચતુર્થીએ મૂર્તિ સ્થાપનાના કાર્યક્રમો થાય છે. પરંતુ આ શાળાએ પરંપરાગત ઉજવણીથી અલગ જઈને પ્રકૃતિના રક્ષણ સાથે ધાર્મિક આસ્થાને જોડવાનો પ્રયાસ કર્યો. ગણેશજીના જન્મદિવસે તેમના પિતા મહાદેવને પ્રિય એવા પવિત્ર બિલિપત્રના વૃક્ષનું પૂજન કરીને શાળાના મેદાનમાં રોપણ કરવાનો નિર્ણય લેવાયો. આ ખાસ આયોજનમાં બિલિપત્રના વૃક્ષને વૈદિક સંસ્કૃતિના મહાન ઋષિના નામ પરથી "વસિષ્ઠ" નામ અપાયું. ઋષિ વસિષ્ઠ સંયમ, જ્ઞાન અને પર્યાવરણના પ્રતિક છે. વૃક્ષને નામ આપવાથી બાળકોમાં તેના પ્રત્યે લાગણીનો સંબંધ બન્યો છે. હવે તેઓ તેને માત્ર એક છોડ નહીં, પણ પરિવારના સભ્યની જેમ સાચવશે. ઈકો ક્લબના બાળ સભ્યોએ વૃક્ષારોપણ માટે જગ્યા પસંદ કરવામાં, જમીન તૈયાર કરવામાં અને ખાતર-પાણીની વ્યવસ્થા કરવામાં ઉત્સાહથી ભાગ લીધો. બાળકોને એ પણ સમજાવવામાં આવ્યું કે બિલિપત્ર વાતાવરણને શુદ્ધ રાખવામાં અને ઓક્સિજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શાળાના ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ અનોખા ઉત્સવમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો. ગણેશ ચતુર્થી નિમિત્તે બાળકોએ 'ગણપતિ બાપ્પા મોરિયા' અને 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા, જેનાથી આખી શાળા ગુંજી ઉઠી. વૃક્ષારોપણ પછી બાળકોએ વૃક્ષની પ્રદક્ષિણા કરી અને તેના રક્ષણ માટે સંકલ્પ લીધો. 'વૃક્ષમાં જ રણછોડ અને વૃક્ષમાં જ શંકર' નો સંદેશ બાળકોના હૃદય સુધી પહોંચ્યો. આ ઉજવણીથી બાળકોમાં પર્યાવરણીય જાગૃતિની સાથે ધાર્મિક સંસ્કારો અને પ્રકૃતિ પ્રત્યે આભારની ભાવના પણ મજબૂત બની. આ ગણેશ ચતુર્થીનો મહોત્સવ શાળાના ઇતિહાસમાં યાદગાર દિવસ બની ગયો. કાર્યક્રમના સફળ આયોજન બદલ મુખ્ય શિક્ષકે ઈકો ક્લબના સભ્યો, જીતેન્દ્રભાઈ ત્રિવેદી, જયદીપભાઈ પટેલ, સાવિત્રીબેન ગામીત, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    કેદારનાથ મંદિરે પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો શણગાર:નેપાળથી મગાવ્યા'તા, વડોદરાના ગ્રુપની 3 દિવસની મહેનત; માંજલપુરના પૂર્વ MLA સ્વ.યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ
    Next Article
    હિંમતનગરમાં ઋષિ પંચમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી:પંચદેવ અને મહાકાલી માતાજીના મંદિરે મહિલાઓએ સાત ઋષિઓની પૂજા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment