Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુની કેપિટલ ગ્રીન સોસાયટીમાં મીટર રૂમમાં આગ લાગી:રહીશો ભારે ગભરાટ સાથે નીચે દોડી આવ્યાં, અફરાતફરી વચ્ચે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    6 hours ago

    સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં કેપિટલ ગ્રીન કો-ઓપરેટિવ સોસાયટીમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. સોસાયટીના E/2 ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે અફરાતફરી, રહીશો નીચે દોડી આવ્યા તારીખ 15 સપ્ટેમ્બરના મોડી રાત્રે આશરે 12:45 વાગ્યાના સુમારે કેપિટલ ગ્રીન સોસાયટીના E/2 ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં અચાનક તણખા ઝર્યા બાદ આગ ભડકી ઊઠી હતી. ગાઢ નિંદ્રામાં પોઢી રહેલા રહીશો ધુમાડાના ગોટેગોટા અને ધડાકાના અવાજ સાંભળી જીવ બચાવવા ફ્લેટમાંથી નીચે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે એક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી ઘટનાની જાણ થતાં તાત્કાલિક વેસુ ફાયર સ્ટેશન અને ભીમરાડ ફાયર સ્ટેશનનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સબ ફાયર ઓફિસર કિશોર પટેલ અને તેમની ટીમે સતત પોણો કલાક સુધી પાણીનો મારો ચલાવી રાત્રે 1:38 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં કેપિટલ ગ્રીન સોસાયટીના ટાવર નંબર 7ની મીટર પેટીઓ બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે, સમયસર કામગીરી થતાં સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હતી, જેથી સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની યાદી અમિત ચાવડાએ રદ કરતા વિવાદ:ગુલાબસિંહે કહ્યું- 'અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ સામે લડવું છે, મને પ્રમુખ પદેથી હટાવી દો'
    Next Article
    હિરણ ડેમ 2માં નવા પાણીની આવક શરૂ:વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિત હોદ્દેદારોએ સ્થિતિની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment