Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતલાસણાના ધરોઈ રોડ પર મામલતદારની લાલ આંખ:ઓવરલોડ અને રોયલ્ટી વિના રેતી વહન કરતા 2 વાહનો જપ્ત

    1 day ago

    સતલાસણા તાલુકાના સાબરમતી નદીના પટ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનિજ ચોરી અને વહન સામે સ્થાનિક વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. સતલાસણા મામલતદાર દીપિકાબેન દેસાઈના સક્ષમ માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર અને ટીમ દ્વારા ધરોઈ રોડ પરથી પસાર થતા ખનિજ વાહનોનું ઓચિંતું સઘન ચેકિંગ યોજવામાં આવ્યું હતું. સાબરમતી નદીના પટ તરફથી આવતા શંકાસ્પદ વાહનોને અટકાવીને તેમની પાસ-પરમિટ અને વજન ચકાસવામાં આવ્યા હતા. ઓવરલોડ રેતી ભરીને જતા બે વાહનો ઝડપાયા આ સઘન તપાસ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને રોયલ્ટી પાસ વિના અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઓવરલોડ રેતી ભરીને જતા બે વાહનો ઝડપાઈ ગયા હતા. મામલતદાર કચેરીની ટીમે તાત્કાલિક ધોરણે બંને વાહનોને રેતીના જથ્થા સહિત જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સતલાસણા મામલતદાર કચેરી ખાતે ખસેડ્યા હતા. 2.83 મેટ્રિક ટન રેતીનો ગેરકાયદે જથ્થો મળ્યો તપાસ દરમિયાન હાઇવા ટ્રક (નં. GJ-02-ZZ-5157)માંથી આશરે 30.42 મેટ્રિક ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો, જેના માલિક તરીકે ચૌહાણ હેમેન્દ્રસિંહ સુરેશસિંહ હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજા કિસ્સામાં ટ્રેક્ટર (નં. GJ-09-BN-9507)માંથી આશરે 2.83 મેટ્રિક ટન રેતીનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો, જેના માલિક ઠાકોર પારખાનજી માણકાજી હોવાનું નોંધાયું છે. ભૂમાફિયાઓ અને વાહનચાલકોમાં ભારે ફફડાટ આમ, તંત્ર દ્વારા યોજાયેલા આ ચેકિંગમાં કુલ 33.25 મેટ્રિક ટન બિનઅધિકૃત રેતીનો જથ્થો અને વાહનો મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યા છે. મામલતદાર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન અને ઓવરલોડિંગ સામે ખાણ-ખનિજ નિયમો મુજબ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સતલાસણા મામલતદાર અને તેમની ટીમની આ અચાનક કાર્યવાહીથી પંથકમાં બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરતા ભૂમાફિયાઓ અને વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો:GSTના અધિકારીને APK ફાઈલ મોકલી 7.33 લાખની ઓનલાઈન છેતરપિંડી, વૃદ્ધ સાથે પણ 5 લાખની ઠગાઈ
    Next Article
    નિવૃત્ત મર્ચન્ટ નેવીના કર્મચારી સાથે 1.33 કરોડનું ફ્રોડ:HSBC સિક્યોરિટીઝના નામે શેરબજારમાં કરોડોની કમાણીની લાલચ આપી ચૂનો ચોપડયો, HB ULTRA એપ ડાઉનલોડ કરાવી ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટોકના નામે અલગ-અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment