Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો:GSTના અધિકારીને APK ફાઈલ મોકલી 7.33 લાખની ઓનલાઈન છેતરપિંડી, વૃદ્ધ સાથે પણ 5 લાખની ઠગાઈ

    1 day ago

    GST વિભાગના અધિકારી સાથે 17 ઓગસ્ટે સાયબર ગઠિયાએ મોબાઈલમાં RTO ઈ ચલણની APK નામની ફાઈલ મોકલી હતી અને તે ઈન્સ્ટોલ કરાવી હતી. જે બાદ ગઠિયાએ મોબાઈલ હેક કરી લીધો હતો. અધિકારીની જાણ બહાર તેમના મોબાઈલ નંબરને ગેરકાયદે રીતે પોર્ટ કરાવી લીધો હતો અને તેમના ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી-પાસવર્ડની લઈ લીધા હતા. આ રીતે ગઠિયાએ અધિકારીના 4 અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ₹7,33,523 ઉપાડી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ કરી છે. વેપારીને APK ફાઈલ મોકલી 7.22 લાખ ઉપાડી લીધા બીજી ઘટનામાં નારણપુરામાં રહેતા અને માણેકચોકમાં સોના-ચાંદીનો વેપાર કરતા 63 વર્ષીય વેપારી સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ થયો છે. 27 સપ્ટેમ્બરે રાત્રે અજાણ્યા શખ્સે તેમના મોબાઈલમાં એક APK ફાઈલ મોકલી હતી.જેને વેપારીએ ઈન્સ્ટોલ કરી હતી.જેમાંથી ગઠિયાએ તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો.ત્યારબાદ ગઠિયાએ વેપારીના ઈન્ટરનેટ બેન્કિંગના આઈડી-પાસવર્ડની લઈને તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 7,22,484 અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. APK ફાઈલ ડાઉનલોડ કરી, મોબાઈલ હેક થયો અને પૈસા ટ્રાન્સફર થઈ ગયા ત્રીજી ઘટનામાં 9 સપ્ટેમ્બરે વસ્ત્રાલમાં રહેતા યુવકને તેના વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી અદાણી ગેસના બાકી બિલના કારણે રાત્રે કનેક્શન કાપી નાખવાનો મેસેજ આવ્યો હતો.જેમાં બિલ અપડેટ કરવા માટે શ્રીકાંત મિશ્રાનો સંપર્ક કરવાનું જણાવાયું હતું. આ નંબર પર સંપર્ક કરતા ગઠિયાએ પોતાની ઓળખ અદાણી ગેસના કર્મચારી તરીકે આપીને apk ફાઇલ મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશન ઓપન કરી ગઠિયાએ કહ્યા મુજબ બિલ અપડેટ કરવા માટે 13 રૂપિયા ભરવા જતા યુવકે તેમના બેંક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો અંદર નાખી હતી. પરંતુ તમામ ટ્રાન્ઝેક્શન ફેઈલ બતાવતા હતા. આ ફેક APK ફાઈલથી મોબાઈલ હેક કરી ગઠિયાએ OTP લઈ લીધા હતા. યુવકની જાણ બહાર તેમના અલગ અલગ બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી ₹7,18,183 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધ સાથે 5 લાખથી વધુની છેતરપિંડી ચોથી ઘટનામાં સરદારનગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ સાથે 4 સપ્ટેમ્બરે સાયબર છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ e-challan.apk નામની ફાઈલથી તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો. સાયબર ગઠિયાએ વૃદ્ધની જાણ બહાર તેમના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફોન પે એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કર્યું હતું અને તેમના બેન્ક એકાઉન્ટમાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા 5,52,568 ડેબિટ કરી લીધા હતા. વૃદ્ધે IPOના રૂપિયાનું સ્ટેટમેન્ટ ચેક કરતી વખતે પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા 98,000 અને 4,52,568 કપાયા હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા બેંક ચેરમેન સામે ક્રિમિનલ કેસનો આદેશ:ખોટા દસ્તાવેજોથી ચૂંટણી લડવાના આરોપમાં નાની ડેમાઈ મંડળીના ચેરમેન-સેક્રેટરી સામે પણ કાર્યવાહીનો હુકમ
    Next Article
    સતલાસણાના ધરોઈ રોડ પર મામલતદારની લાલ આંખ:ઓવરલોડ અને રોયલ્ટી વિના રેતી વહન કરતા 2 વાહનો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment