Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની યાદી અમિત ચાવડાએ રદ કરતા વિવાદ:ગુલાબસિંહે કહ્યું- 'અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ સામે લડવું છે, મને પ્રમુખ પદેથી હટાવી દો'

    20 hours ago

    બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની નિમણૂક થયાને એક વર્ષ વિતી ગયા બાદ પણ સંગઠનની રચના કરવામાં ન આવી. બે દિવસ પહેલા ગુલાબસિંહે પોતાની જ રીતે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસના સંગઠનની જાહેરાત કરી દીધી. જો કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાદીને રદ કરી દેતા વિવાદ સર્જાયો છે. અમિત ચાવડાની કાર્યવાહી બાદ ગુલાબસિંહે કહ્યું- અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ સામે લડવું છે. મને જિલ્લા પ્રમુખ પદેથી હટાવી અન્ય કોઈને નિમણૂક આપી. સાથે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, લોકસભામાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકો દ્વારા સંગઠનને નુકસાન કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કર્યું હતું ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો છે. બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના માળખામાં ઉપપ્રમુખ, પ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા, કાર્યાલય મંત્રી, કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. અંદાજે 200થી વધુ કાર્યકર્તાઓને અલગ અલગ જવાબદારી જિલ્લા સમિતિમાં સોંપવામાં આવી હતી. જેની સંપૂર્ણ યાદી ગુલાબસિંહ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરી હતી. અમિત ચાવડાનો નિમણૂકો તાત્કાલિક અસરથી રદ કરવા આદેશ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદી જાહેર થતાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસમાં લીધા વગર બનાસકાંઠા જિલ્લાનું માળખું જાહેર કર્યું હોવાનો દાવો કરી નિમણૂકો તાત્કાલિક અસરથી રદ કરવા આદેશ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કારોબારીની યાદીને પ્રદેશ સમિતિ તરફથી મંજૂરી ન આપવામાં આવી હોવાનો દાવો કરી ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલી નિમણૂકો રદ કરી હતી. બેથી ત્રણ લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે- ગુલાબસિંહ રાજપૂત દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જ્યારથી હું જિલ્લા પ્રમુખ બન્યો ત્યારથી નિમણૂક અટકેલી છે. જિલ્લાનું માળખું જ ન હોય તો કામ કઈ રીતે થઈ શકે તેને લઈને અનેક વખત રજૂઆત પણ કરી છે. બેથી ત્રણ લોકો મજબૂત કોંગ્રેસને નુકશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાટણ અને બનાસકાંઠા લોકસભા હરાવવાનું જે લોકોએ કામ કર્યું તે જ લોકો સંગઠનને નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 'મેં યાદી જાહેર કરી છે તે તમામને વિશ્વાસમાં લઈને જ કરી છે' રાહુલ ગાંધી સામે જે લોકોએ કેસ કર્યા તે લોકો સાથે સાંઠગાંઠ કરીને કોંગ્રેસનું સંગઠન નથી બનવા દેતા તેવા દાવા સાથે ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગેનીબેન ચૂંટણી હારે તે માટે આ લોકોએ ભાજપ જોડે પૈસા લીધા, કોંગ્રેસના લોકોની મીટિંગ કરાવી અને જે લોકોએ રાહુલ ગાંધી સામે કેસ કર્યા તે જ લોકો સાથે સાંઠગાંઠ કરી હતી. તેમ છતાં ગેનીબેન ઠાકોર જીતી ગયા અને પાટણ હરાવવામાં તે લોકો સફળ રહ્યા હતા. જો આ રીતે પક્ષ ચાલવાનો હોય તો કઈ રીતે સત્તા મળશે? અને લોકોની સેવા કરીશું. હજુ પણ ભેગા થઈને રજૂઆત કરીશું અને જે લોકો પાર્ટીને નુકશાન કરે છે તેને હટાવવા રજૂઆત કરીશું. જે યાદી જાહેર કરવામાં આવી તે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ અને તાલુકા સમિતિ પાસેથી નામ લઈને અભિપ્રાયથી નામ નક્કી કરવામાં આવ્યા છે. 15 ટકા એવા લોકો હતા જેમણે કોંગ્રેસ માટે જીવ રેડ્યો છે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. એક બે લોકો એવું કહે છે કે અમને પૂછ્યા વગર કેમ નામ નક્કી કરવામાં આવ્યા છે. જેથી અમે કીધું હતું કે જે નામ દૂર કરવા હોય તે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરીને નક્કી કરી લો બીજા નામનું તો સંગઠન બનવા દો. અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ સામે લડવું છે- ગુલાબસિંહ રાજપૂત અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ લડવું છે પ્રમુખ પદ પરથી હટાવી નવી નિમણૂક કરી દો તેવું કહી ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જિંદા બાદ નહીં અમે જિંદા બાદ એવું કહે તે લોકોની નિમણૂક આપો તો જ સંગઠન બનવા દઈશું નહીં તો નહીં કરવા દઈએ. જેથી તેવા લોકોના કહેવાથી નિમણૂંક રદ કરવામાં આવી તે દુઃખની બાબત છે. પાર્ટી માટે કામ કરતા 15 લોકોના નામ આવ્યા જેથી તેને લઈને તે બે ત્રણ લોકોએ વિરોધ કરીને નામ રદ કરવામાં આવ્યા છે. મેં અને ઉત્તર ગુજરાતના અનેક લોકોએ પ્રભારી અને રાષ્ટ્રીય પ્રમુખને પણ રજૂઆત કરી છે. પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરી પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. ગેનીબેન સાથે પણ ગઈકાલે રાત્રે ચર્ચા થઈ છે અને તે પણ જાણે છે કે તેમણે હરાવવા માટે પણ તે લોકો પ્રયાસ કરતા હતા અને આજે પણ ગેનીબેનને નુકશાન થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. પ્રભારી ધ્યાન દોર્યું છે કે અમારે ભાજપ સામે લડવું છે કોંગ્રેસ સામે નહીં. નવા પ્રમુખની નિમણૂક કરવા માટે ધ્યાન દોર્યું છે કે અમારાથી આ રીતે હવે કામ થઈ શકે તેમ નથી. જો આ મિલીભગતવાળા લોકોના નામ ક્યાંય પણ આવશે તો તેનો સખત વિરોધ કરીશું. સમય આવશે ત્યારે કોણે ધંધો અને નોકરીઓમાં પોતાના નજીકના લોકોને સેટ કર્યા છે બધું જાહેર કરીશું. જે લોકોની ભાજપ સાથે પૈસા લઈને મિટિંગ કરાવી છે તેમના પાસે પણ ખુલાસ કરાવીશું.
    Click here to Read More
    Previous Article
    South Central 92: Justice Madan Lokur on SIR, fear in judiciary | Meta’s CSAM problem
    Next Article
    વેસુની કેપિટલ ગ્રીન સોસાયટીમાં મીટર રૂમમાં આગ લાગી:રહીશો ભારે ગભરાટ સાથે નીચે દોડી આવ્યાં, અફરાતફરી વચ્ચે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment