Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જૂની અદાવતમાં યુવક પર લાકડાના દંડાથી હુમલો:મોગરાવાડીમાં મોડી રાત્રે બાઈક રોકી બે આરોપીઓએ માર માર્યો

    8 hours ago

    વલસાડમાં જૂની અદાવતને કારણે એક યુવક પર લાકડાના દંડા અને ઢીકમુક્કી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના વલસાડના પોલીસ હેડ ક્વાર્ટર રોડ પર સાઈ પાર્કના પાછળના ગેટ પાસે બની હતી. વલસાડ સિટી પોલીસે બે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, વલસાડના મોગરાવાડીમાં પ્રમુખગ્રીન સોસાયટી સામે રહેતા સૌરભ અખિલેશ સિંહ (ઉંમર ૨૩) જૂની કલેક્ટર કચેરી સામે ચાની દુકાન ચલાવે છે. ગત ૧૫ સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા દસ વાગ્યે તેઓ પોતાની દુકાન બંધ કરીને મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. રાત્રે આશરે ૧૧:૧૦ વાગ્યે, સાઈ પાર્કના પાછળના ગેટ પાસે પહોંચતા સંદીપ દેવસિંગ પ્રજાપતિ અને અભિષેક ઉર્ફે રવિ ઉર્ફે સૂર્યા યાદવ પોતાની બાઈક પર આવ્યા. તેમણે સૌરભની બાઈક રોકાવી અને તેને ગાળો આપવાનું શરૂ કર્યું. આરોપીઓએ સૌરભને કહ્યું કે, "તું મને ગાળો કેમ આપે છે? તારા ભાઈ શુભમને સમજાવી દેજે." સૌરભે ગાળો બોલવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા. તેમણે સૌરભને ઢીકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન સંદીપ પ્રજાપતિએ રસ્તા પર પડેલા લાકડાના દંડા વડે સૌરભની પીઠ પર હુમલો કર્યો. બૂમાબૂમ થતાં બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. ઈજાગ્રસ્ત યુવક ઘરે પહોંચ્યો અને પરિવારજનોને જાણ કરી. તેણે ૧૧૨ નંબર પર પોલીસને ફોન કર્યો. વલસાડ સિટી પોલીસે સંદીપ પ્રજાપતિ અને અભિષેક યાદવ વિરુદ્ધ BNS ની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શેઠ એમ.એન. હાઇસ્કુલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ:ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સ્પર્ધામાં જીત મેળવી, હવે પ્રાંત કક્ષાએ જશે
    Next Article
    પાટણના વણઝારી માતાજીના મંદિરમાં ચોરી:તસ્કરો આશરે 1.50 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment