Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠ એમ.એન. હાઇસ્કુલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ:ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સ્પર્ધામાં જીત મેળવી, હવે પ્રાંત કક્ષાએ જશે

    8 hours ago

    ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમશાખા, પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ‘ચેતના કે સ્વર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વકીલભવન, સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટી, પાટણ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં પાટણની વિવિધ શાળાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. શેઠ એમ.એન. હાઇસ્કુલમાં સંગીત શિક્ષકની સુવિધા નથી. આથી, ભારત વિકાસ પરિષદ દ્વારા સંગીત શિક્ષકોની એક ટીમને એક દિવસ માટે બે કલાકના માર્ગદર્શન માટે શાળામાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ શાળાનાં મદદનીશ શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ જાતે જ પ્રેક્ટિસ અને તૈયારી કરી હતી. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ‘ચેતના કે સ્વર’માં શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણના વિદ્યાર્થીઓની ટીમે સારો તાલમેલ, મધુર સ્વર અને દેશભક્તિની ભાવના સાથે સમૂહગાન રજૂ કર્યું હતું. તેમના પ્રદર્શને ઉપસ્થિત લોકોને પ્રભાવિત કર્યા હતા. આ સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કુલની ટીમ પ્રથમ નંબરે વિજેતા બની હતી. વિજેતા ટીમમાં નાયક સુહાની જે., પટેલ રિયા આર., પટેલ હાર્વી વી., પટેલ હાર્વી એ., ઓડ જીયા બી., પરમાર ઝલક જે., પટેલ જેની એસ. અને રામી આસ્થા આર.નો સમાવેશ થાય છે. સંગીતમાં પટેલ જોર્ક અને પટેલ હેત્વએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શેઠ એમ. એન. હાઇસ્કુલની વિજેતા ટીમને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાઈ હતી. શાળાનાં મદદનીશ શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમારે ટીમને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની મહેનત અને વિદ્યાર્થીનીઓની તૈયારીના પરિણામે શાળાની ટીમ પ્રથમ નંબરે વિજેતા બની. ટીમની તૈયારીમાં ડૉ. અલ્પેશભાઈ પટેલનો પણ સહયોગ મળ્યો હતો. ડૉ. ગીતાબેન પરમારના માર્ગદર્શન હેઠળ શેઠ એમ.એન. હાઇસ્કુલની ટીમે સારું પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું. આ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે.કે.પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર વતી વિજેતા ટીમ, માર્ગદર્શક ડૉ. ગીતાબેન પરમાર અને સહયોગી ડૉ. અલ્પેશભાઈ પટેલને અભિનંદન આપવામાં આવ્યા. શેઠ એમ. એન. હાઇસ્કુલની આ વિજેતા ટીમ હવે પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. સમગ્ર ટીમને પ્રાંત કક્ષાએ પણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી. ‘ચેતના કે સ્વર’ જેવી સ્પર્ધા દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સંસ્કારની ચેતના જગાવવાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં બંધ મકાનમાંથી 5.67 લાખની ચોરી:પાડોશના બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યાં; સોના-ચાંદી અને રોકડ ચોરાયા
    Next Article
    વલસાડમાં જૂની અદાવતમાં યુવક પર લાકડાના દંડાથી હુમલો:મોગરાવાડીમાં મોડી રાત્રે બાઈક રોકી બે આરોપીઓએ માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment