Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના વણઝારી માતાજીના મંદિરમાં ચોરી:તસ્કરો આશરે 1.50 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ

    8 hours ago

    પાટણના ભૂતિયાવાસણામાં આવેલા વણઝારી માતાજીના મંદિરમાં ચોરી થઈ છે. તસ્કરો મંદિરમાંથી આશરે 1.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરીને ભાગી ગયા છે. આ ઘટના અંગે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભૂતિયાવાસણા ગામના કીર્તિસિંહ ફતેસિંહ પઢિયાર મંદિરનો વહીવટ સંભાળે છે. તેઓ ખેતીકામ કરે છે અને પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે મંદિરની સાફ-સફાઈ અને દર્શન કર્યા હતા. તે સમયે તમામ ઘરેણાં સુરક્ષિત હતા. કીર્તિસિંહ સવારે 8 વાગ્યે દર્શન કરવા ગયા. તેમણે મંદિર ખોલ્યું ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું. તહેવારના દિવસે ચોરીનો ખુલાસો થતા ગામમાં ચિંતા ફેલાઈ છે. ચોરોએ મંદિરમાંથી 1 કિલો ચાંદી અને 5 ગ્રામ સોનાના આભૂષણો ચોર્યા છે. ચાંદીના નાના-મોટા 17 છત્તર, 1 નાનો હિંચકો અને 1 ચાંદીનું ઘર ચોરાયું છે. આ ચાંદીના દાગીનાનું કુલ વજન આશરે 1 કિલોગ્રામ છે, જેની કિંમત 1 લાખ રૂપિયા છે. ઉપરાંત, 5 ગ્રામ વજનના સોનાના 2 છત્તર પણ ચોરાયા છે, જેની કિંમત 50,000 રૂપિયા છે. આમ, કુલ 1.50 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે. ચોરીની ઘટના બન્યા બાદ કીર્તિસિંહ પઢિયાર અને ગામના લોકોએ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી. પરંતુ ચોર કે ચોરાયેલા મુદ્દામાલનો કોઈ પત્તો મળ્યો નહીં. આખરે, કીર્તિસિંહ તેમના કુટુંબીજન વિશ્વજીતસિંહ વિજયસિંહ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશને પહોંચ્યા. તેમણે તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સરસ્વતી પોલીસે ગુનો નોંધી ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જૂની અદાવતમાં યુવક પર લાકડાના દંડાથી હુમલો:મોગરાવાડીમાં મોડી રાત્રે બાઈક રોકી બે આરોપીઓએ માર માર્યો
    Next Article
    તરણેતરના મેળામાં કાદવ-કીચડ વચ્ચે લોકો ઉમટ્યા:પુરુષો નાળિયેર ફેંકશે, મહિલાઓ માટલા લઈ દોડશે; દુહા-છંદની રમઝટ બોલશે, ટીટોડો-હૂડારાસ જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment