Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં રોકાણ માટે સિંગાપોર-કોરિયાની કંપનીઓની નજર:ધોલેરામાં સેમિકન્ડક્ટર યુનિટથી પોરબંદરમાં ઈન્ટરનેશનલ રિસોર્ટના પ્રોજેક્ટમાં રસ દાખવ્યો, વાઇબ્રન્ટ સમિટ પહેલા 2 દેશમાં 45 બેઠક-મુલાકાત

    2 days ago

    ગુજરાતમાં રોકાણ લાવવા માટે રાજ્ય સરકારે હવે સિંગાપોર અને દક્ષિણ કોરિયાની કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગયેલા પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન અનેક કંપનીઓએ ગુજરાતમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં રસ દાખવ્યો છે. આ દરખાસ્તોમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે 12 એકર જમીનની માગથી લઈ પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસોર્ટ અને કોસ્ટલ ટુરિઝમ વિકસાવવાની યોજના સુધીના પ્રસ્તાવો સામેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટર, LED અને માઇક્રો LED ઉત્પાદન, શિપબિલ્ડિંગ, સેમિકન્ડક્ટર કેમિકલ્સ, હેલ્થકેર અને ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે પણ વિદેશી કંપનીઓએ રસ દર્શાવ્યો છે. જોકે, હાલ આ તમામ દરખાસ્તો પ્રારંભિક ચર્ચા અને રોકાણની સંભાવનાના તબક્કે છે. તેને અંતિમ રોકાણ કે એમઓયુ તરીકે જોવું યોગ્ય નથી. ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ માટે 12 એકર જમીનની માગ દક્ષિણ કોરિયાની GnBS Eco કંપનીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે 12 એકર જમીનની માગ કરી છે. આ ઉપરાંત સિલિકોન ડિસ્પ્લેએ 12 ઇંચ TFT ફિંગરપ્રિન્ટ સેન્સર સેમિકન્ડક્ટર ફેબમાં રસ બતાવ્યો છે. LAMKO અને Dongwoo Fine-Chem દ્વારા ધોલેરા અથવા વડોદરામાં સેમિકન્ડક્ટર કેમિકલ્સ અને મટીરિયલ્સનું ઉત્પાદન કરવાની શક્યતા અંગે ચર્ચા કરવામાં આવી છે. સિઓલ સેમિકન્ડક્ટર કંપનીએ ગુજરાતમાં LED અને માઇક્રો LED ઉત્પાદન ક્ષેત્રે રસ દાખવ્યો છે. બીજી તરફ સિંગાપોરની કંપનીઓ પણ ગુજરાતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં જોડાવા ઇચ્છુક છે. Global Tech Solutionsએ ધોલેરામાં ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ભારત સેમિટેકે સાણંદમાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ઉત્પાદન માટે રસ દર્શાવ્યો છે. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય રિસોર્ટ બનાવવાની યોજના આ પ્રવાસમાં સૌથી અલગ પ્રસ્તાવ દક્ષિણ કોરિયાની HJ Heavy Industries તરફથી આવ્યો છે. કંપનીએ પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસોર્ટ પ્રોજેક્ટ્સ વિકસાવવાની સંભાવના અંગે રસ દાખવ્યો છે. જો આ પ્રસ્તાવ આગળ વધે તો પોરબંદરના દરિયાકાંઠાના પ્રવાસનને નવી દિશા મળી શકે છે. આ ઉપરાંત Redwood Interior દ્વારા પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન યુનિટ સ્થાપવાની શક્યતા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. શિપબિલ્ડિંગ ક્ષેત્રે Hanwha અને Dasun Shipbuildingએ પીપાવાવ તથા ગુજરાતની સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટર બનાવવાની તૈયારી દક્ષિણ કોરિયાની NOVA Data Centers કંપનીએ Infixzone Technologies અને Futuretech Solutions સાથે મળીને ગુજરાતમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના અંગે રસ દાખવ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપી શકે છે. સિંગાપોરની Capel Infrastructureએ પણ ગુજરાતમાં ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે પાણી, ઊર્જા, કૂલિંગ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પૂરા પાડવાની તકો અંગે ચર્ચા કરી છે. બીજી તરફ SMIT Salvage દ્વારા ગુજરાતમાં ઓપરેશનલ બેઝ સ્થાપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં રિસ્પોન્સ ઇક્વિપમેન્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. માઈક્રોન, ASMPT અને ઓટોડેસ્કે પણ રસ બતાવ્યો સિંગાપોરમાં થયેલી બેઠકો દરમિયાન વૈશ્વિક કંપનીઓ સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગની શક્યતાઓ પર ચર્ચા થઈ હતી. Micron Technologyએ એસેમ્બલી અને ટેસ્ટિંગ કામગીરીના વિસ્તરણમાં, જ્યારે ASMPTએ સેમિકન્ડક્ટર પેકેજિંગ ઇકોસિસ્ટમમાં રસ દર્શાવ્યો છે. AutoDeskએ GIFT સિટીમાં પોતાની ઓફિસ શરૂ કરવાની ઉત્સુકતા બતાવી છે. Tata Electronicsના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે કામ કરતી De Nora કંપનીએ સેમિકન્ડક્ટર ગ્રેડ વોટર અને વેસ્ટવોટર સોલ્યુશન્સમાં રસ દાખવ્યો છે. A*STAR દ્વારા સિલિકોન ફોટોનિક્સ અને SiC ટેકનોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સહયોગની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હેલ્થકેર ક્ષેત્રે Gardant AMEA દ્વારા કેન્સર નિદાન માટે GBU, GBRC, GCRI અને GSBTM સાથે સંભવિત સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી છે. 8 દિવસમાં 45 બેઠકો અને મુલાકાતો 19થી 26 ઓક્ટોબર દરમિયાન થયેલા આ પ્રવાસમાં સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં મળીને કુલ 45 બેઠકો અને સાઇટ મુલાકાતો યોજાઈ હતી. સિંગાપોરમાં પ્રતિનિધિમંડળે વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી Gan Siow Huang સાથે મુલાકાત કરી હતી. ભારતના હાઈ કમિશનર ડૉ. શિલ્પક અંબુલે દ્વારા આયોજિત ડિનરમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત SSIA, SICCI, AIBP, TiE Singapore અને Singapore Gujarati Society સાથે સેમિકન્ડક્ટર, ઇનોવેશન, GIFT સિટી અને ટેલેન્ટ ડેવલપમેન્ટ અંગે ચર્ચા થઈ હતી. વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે માર્ગદર્શન અને પ્રોજેક્ટની પ્રક્રિયામાં સરળતા રહે તે માટે સિંગાપોરમાં 'ગુજરાત સપોર્ટ ઓફિસ' અથવા ASEAN ક્ષેત્ર માટે GIFT સિટીનું પ્રતિનિધિ કાર્યાલય શરૂ કરવાનો વિચાર રજૂ થયો છે. જ્યારે દક્ષિણ કોરિયાની SOFTPV સાથેની બેઠકમાં કોરિયન કંપનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) નિયુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. 10થી 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ ઉલ્લેખનીય છે કે 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. આ સમિટ પહેલાં વિદેશી રોકાણકારો સાથે સંપર્ક વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગયેલા પ્રતિનિધિમંડળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનાં સચિવ પી. ભારતી, આયોજન વિભાગનાં સચિવ આદ્રા અગ્રવાલ સહિત સરકારી અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ વખતે ગુજરાત માટે માત્ર પરંપરાગત ઉદ્યોગો જ નહીં, પરંતુ સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, શિપબિલ્ડિંગ, બાયોટેકનોલોજી અને કોસ્ટલ ટુરિઝમ જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં પણ રોકાણની તકો ઊભી થવાની સંભાવના છે. હવે આ પ્રાથમિક ચર્ચાઓમાંથી કેટલા પ્રોજેક્ટ વાસ્તવિક રોકાણમાં પરિવર્તિત થાય છે તેના પર નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    'પોલીસને પગાર ઓછો પડે છે!':પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ, ગાંધીનગરની 150 કરોડની જમીન મામલે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સામેની ફરિયાદ રદ્દ
    Next Article
    Suryakumar Yadav Shares Heartfelt Message After Special Meeting With PM Narendra Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment