Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પોલીસની સંયુક્ત તપાસ:એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડે હાથ ધર્યું ચેકિંગ; શંકાસ્પદ પ્રવૃત્તિઓ રોકવા જાહેર સ્થળો પર સઘન નજર

    2 days ago

    દિવાળીના આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના હેતુથી જામનગર પોલીસ તંત્ર દ્વારા સઘન સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની સંયુક્ત ટીમોએ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને વાહનવ્યવહારના પોઇન્ટ્સ પર વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. સાત રસ્તા સર્કલથી ચેકિંગ કામગીરીનો પ્રારંભ આ વિશેષ ચેકિંગ કામગીરીનો પ્રારંભ સાંજે 7:00 વાગ્યે શહેરના મુખ્ય સાત રસ્તા સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ટીમોએ શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ, શહેરમાં પ્રવેશવાના તેમજ બહાર નીકળવાના તમામ મુખ્ય માર્ગો અને ભારે ટ્રાફિક ધરાવતા પોઇન્ટ્સ પર પહોંચીને શંકાસ્પદ વાહનોની તલાશી લીધી હતી. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ ચેકિંગ દરમિયાન પોલીસ ટીમોએ રિક્ષા સહિતના નાના-મોટા વાહનોને અટકાવીને ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે વિવિધ સ્થળોએ શંકાસ્પદ વસ્તુઓનું ટેકનિકલ સાધનો વડે ચેકિંગ કર્યું હતું, જ્યારે ડોગ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળો અને વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જાહેર સ્થળો પર પોલીસ તંત્રની કડક નજર દિવાળીના ઉત્સવને પગલે શહેરના મુખ્ય બજારો અને જાહેર સ્થળો પર લોકોની ભારે અવરજવર અને ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં કોઈ અણબનાવ ન બને અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાંરૂપે આ સઘન ચેકિંગ કવાયત હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Diwali 2026: Step-By-Step Guide To Create Festive WhatsApp Stickers With ChatGPT
    Next Article
    'પોલીસને પગાર ઓછો પડે છે!':પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ, ગાંધીનગરની 150 કરોડની જમીન મામલે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સામેની ફરિયાદ રદ્દ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment