Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુશળધાર વરસાદ બાદ આકરા તાપ વચ્ચે તરણેતરનો મેળો જામ્યો:પ્રથમ દિવસ ધોવાયા બાદ બીજા દિવસે જનમેદની ઉમટી, વેપારીઓમાં આશા-આશંકા

    7 hours ago

    સુરેન્દ્રનગરના થાનગઢ નજીક આવેલા ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો લોકમેળો શરૂ થઈ ગયો છે. દેશ-વિદેશથી લાખો સહેલાણીઓ જેની કાગડોળે રાહ જોતા હોય છે, તે મેળાના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રંગમાં ભંગ પડ્યો હતો. જોકે, બીજા દિવસે આકરા તાપ વચ્ચે મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે અને મેળો બરાબરનો જામ્યો છે. દિવ્યભાસ્કરની ટીમ આજે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાના ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી ત્યારે આખા મેળામા ભારે વરસાદના પગલે ચારેબાજુ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. વરસતા વરસાદમાં નેતાઓએ મેળો ખુલ્લો મુક્યો, વિદ્યાર્થીઓ હેરાન થયા ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ)ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, કલેક્ટર જી.એચ.સોલંકી, ડીડીઓ કે.એસ.યાજ્ઞિક અને એસપી પ્રેમસુખ ડેલું સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન-અર્ચન તથા જલાભિષેક કરીને મેળાનો દબદબાભેર પ્રારંભ કરાયો હતો. ચાલુ વરસાદે નેતાઓએ છત્રીઓ ઓઢીને મેળાને ખુલ્લો મુક્યો હતો. રાજ્ય સરકાર દ્વારા માહિતી વિભાગના પ્રદર્શન સહિત ભવ્ય આયોજન કરાયું હતું. પરંતુ, એક તરફ નેતાઓ વોટરપ્રૂફ મંચ પર બિરાજમાન હતા, તો બીજી તરફ મેળાના પ્રારંભે યોજાયેલી સ્પર્ધાઓમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં મોટા પ્લાસ્ટિકની ઓથ નીચે ઉભા રહેવા મજબૂર બન્યા હતા. જેને પગલે સરકારી આયોજન સામે સવાલો પણ ઉઠ્યા હતા. પ્રથમ દિવસે કાદવ-કીચડનું સામ્રાજ્ય, લોકો નિરાશ થઈ પરત ફર્યા લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો અને દૂર-દૂરથી આવેલા સહેલાણીઓ પ્રથમ દિવસે મુશળધાર વરસાદના કારણે ભાતીગળ મેળાની મજા માણી શક્યા નહોતા. મેળાના મેદાનમાં જ્યાં માનવ મહેરામણ છલકાતો હોય છે, ત્યાં ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આથી, લોકો નિરાશ થઈને ઘરે પરત ફરવા મજબૂર બન્યા હતા અને "મેઘા હવે ખમૈયા કરો" તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. વેપારીઓ અને રાઈડ્સ સંચાલકોની ચિંતા વધી લાખો રૂપિયાના ખર્ચે પ્લોટ ભાડે રાખીને દુકાનો તથા ચકડોળ લગાવનારા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા મેળામાં આવેલા લોકો, સ્ટોરલધારકો અને રાઈડના સંચાલકો સાથે વાતચીત કરી તેઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો. મોટી ચકડોળના સંચાલકોએ જણાવ્યું હતું કે, લાખોના ખર્ચે સાધનો લાવ્યા છીએ પરંતુ પ્રથમ દિવસ સંપૂર્ણ ધોવાઈ ગયો. હવે બાકીના દિવસોમાં વરસાદ ન પડે તો જ બે પૈસા કમાઈ શકીશું. જ્યારે નાની ચકડોળ સંચાલકે જણાવ્યું હતું કે, બહારના રાજ્યમાંથી આવીને રૂ. 2 લાખના ખર્ચે પ્લોટ રાખ્યો છે અને રૂ. 60,000 ભરી પણ દીધા છે. પરંતુ પ્રથમ દિવસે એક પણ ગ્રાહક આવ્યો નથી. જો હજુ વરસાદ પડશે તો બાકીના પૈસા ભરવા પણ સક્ષમ નહીં રહીએ. રમકડાના વેપારી મહિલાએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે દુકાન શરૂ જ ન થઈ શકી. ઉલટાનું સામાન પલળતો બચાવવા પ્લાસ્ટિકના મીણીયા શોધવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે તડકો નીકળતાં મેળો જામ્યો, પણ વરસાદની આશંકા યથાવત્ ગત રાત્રે પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા, પરંતુ મેળાના બીજા દિવસે આકરો તાપ નીકળતા જનમેદની ઉમટી પડી હતી અને મેળો જોરદાર જામ્યો હતો. આજથી મેળામાં તમામ ઓલમ્પિક સ્પર્ધાઓનો પણ પ્રારંભ કરી દેવાયો છે. જોકે, આકરા તાપ અને આકાશમાં વાદળોની ઘેરાબંધી જોતા મોડી સાંજ સુધીમાં ફરી વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો તમામ વેપારીઓ અને મુલાકાતીઓ બાકીના દિવસોમાં મેઘરાજા વિરામ લે તે માટે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરની ડી.કે.વી. કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ:ઈ-મેગેઝિન 'નવ-સૃજન'નું વિમોચન, વિદ્યાર્થીઓએ કવિતાઓ રજૂ કરી
    Next Article
    જામનગરમાં ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ શરૂ:22મા વર્ષે ગણેશજીની સ્થાપના કરાઈ, 11 દિવસ ચાલશે ઉત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment