Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની ડી.કે.વી. કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ:ઈ-મેગેઝિન 'નવ-સૃજન'નું વિમોચન, વિદ્યાર્થીઓએ કવિતાઓ રજૂ કરી

    7 hours ago

    જામનગરની દોશી કાલિદાસ વીરજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની અધ્યક્ષતા કોલેજના આચાર્ય ડૉ. પરેશ વી. બાંગોરિયાએ કરી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દી વિભાગ દ્વારા પ્રકાશિત ઈ-મેગેઝિન 'નવ-સૃજન'નું આચાર્યના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આચાર્ય ડૉ. પરેશ વી. બાંગોરિયાએ રાષ્ટ્રીય એકતા અને ભારતીય સંસ્કૃતિમાં હિન્દી ભાષાના મહત્વ પર વાત કરી. તેમણે હિન્દીના ઉપયોગ અને પ્રસારને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. હિન્દી વિભાગના વડા અને 'નવ-સૃજન'ના મુખ્ય સંપાદક ડૉ. હેમલબેન વ્યાસે હિન્દી ભાષાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે હિન્દીના વિકાસને વેગ આપવા અને તેને વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન અપાવવા માટે સામૂહિક સંકલ્પ લેવા હાકલ કરી. ઈ-મેગેઝિનના સંપાદક તરીકે ડૉ. જગદીશ અને સહ-સંપાદક તરીકે પ્રવીણ હાંડાએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હિન્દી ભાષામાં પોતાની કવિતાઓ, વાર્તાઓ અને નિબંધો રજૂ કર્યા. તેમની સર્જનાત્મક રજૂઆતોથી કાર્યક્રમ વધુ રસપ્રદ બન્યો. કાર્યક્રમની શરૂઆતમાં હિન્દી વિભાગના વડા ડૉ. હેમલબેન વ્યાસે આચાર્ય અને અધ્યાપકોનું સ્વાગત કર્યું. કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના અધ્યાપક ડૉ. જગદીશે કર્યું હતું. આભારવિધિ હિન્દીના અતિથિ અધ્યાપક પ્રવીણ હાંડાએ કરી. અંતે, રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો.
    Click here to Read More
    Previous Article
    અફવાઓ વચ્ચે હસમુખ પટેલે ચોખવટ કરી:‘વાહ શંકરભાઈ વાહ’ ચૌધરી સાહેબ દુહો બોલ્યા ને ખેડૂતોને મજા પડી ગઈ; ફાર્મમાં મિટિંગ પછી કોંગ્રેસમાં કાપાકાપી!
    Next Article
    મુશળધાર વરસાદ બાદ આકરા તાપ વચ્ચે તરણેતરનો મેળો જામ્યો:પ્રથમ દિવસ ધોવાયા બાદ બીજા દિવસે જનમેદની ઉમટી, વેપારીઓમાં આશા-આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment