Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો:ટ્રેનમાં જામનગરથી યુપી જતા કોઈએ હેરાન કરતા અમદાવાદ ઉતર્યો, ફરિયાદ કરતા પો.સ્ટેશન લવાયો; ભાઈ સાથે પણ વાત કરાવી

    10 hours ago

    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલા ઉત્તરપ્રદેશના ખેરી જિલ્લાના 38 વર્ષીય રાજુ જાટવે પોલીસની નજર ચૂકવી ઈલેક્ટ્રિક રૂમમાં જઈ પેન્ટથી પંખે લટકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. રાજુ પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે મિત્ર સાથે નીકળ્યો હતો. ટ્રેન અસારવા પહોંચી ત્યારે રાજુ મિત્રને જાણ કર્યા વગર ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. બાદમાં તેને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ પહોંચી અને તેને શહેરકોટડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. તેને પોલીસકર્મીને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક માસથી મોટી ખાબડી જામનગરમાં નોકરી કરતો હતો, પરંતુ કોઈ કારણોસર નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને પરત નોકરી પર રાખતા ન હતા જેથી તે ટેન્શનમાં હતો. બીજી તરફ રાજુ સાથે યુપી જઈ રહેલો તેનો મિત્ર હાલમાં ફોન ઉપાડતો ન હોવાથી પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ કર્મચારીએ રાજુને નાસ્તો કરવા 100 રૂપિયા આપ્યા રાજુની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેનું કાઉન્સેલિંગ કરાવી તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતા તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની ખાતરી આપી હતી. આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ રાજુને નાસ્તો કરવા માટે 100 રૂપિયા આપ્યા હતા. પોલીસે વેઇટિંગ એરિયામાં બેસાડ્યો બાદમાં પોલીસકર્મીને તેને કોઈ કાર્યવાહી નથી કરવી તેવું જણાવી પોલીસ સ્ટેશનમાં થોડો સમય બેસી પૈસા આવશે એટલે સવારની ટ્રેનમાં બેસીને જતો રહેશે તેવું કહેતા પોલીસકર્મીઓએ તેને વેઇટિંગ એરિયામાં બેસાડ્યો હતો. ઈલેક્ટ્રીક રૂમ અંદરથી બંધ કરી દીધો વહેલી સવારે કોઈ પોલીસકર્મી તેની આસપાસ ન હોવાનો લાભ લઈને યુવકે વેઇટિંગ એરિયાની સામે ઈલેક્ટ્રિક રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરીને પોતાના પેન્ટ વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસકર્મીની નોકરી 8 વાગ્યે પૂર્ણ થતાં ઈલેક્ટ્રીક રૂમના લોકરમાં રાખેલા કપડા તથા બેગ લેવા દરવાજો ખોલતા ખૂલ્યો નહી. બારીમાંથી જોતા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો પોલીસકર્મીએ બુમ પાડી બે-ત્રણ વખત દરવાજો ખખડાવતા દરવાજો ના ખોલતા બારીમાંથી જોતા રાજુ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો, શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા
    Next Article
    ગુજરાતમાં પહેલીવાર 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ':66 દેશના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ એકઠા થયા, 125 સ્ટોલમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ના મોડલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment