Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો, શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા

    11 hours ago

    ગાંધીનગરના સેક્ટર-3ડી વિસ્તારમાં રહેતા અને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલસ જ્હાનવી ડાભીએ પોતાના જ ઘરે પંખા સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક રાત્રિની ડ્યુટી પૂરી કર્યા બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા અને આત્યંતિક પગલું ભરી લીધું હતું. હાલમાં આ મામલે સેક્ટર 7 પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, જ્હાનવીના ડિવોર્સ થઈ ચૂક્યા છે અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે. શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા સેક્ટર-3ડી ખાતે રહેતાં જ્હાનવીબેન અનિલભાઈ ડાભી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે 14 સપ્ટેમ્બરે રાત્રે તેઓ પોતાની નાઈટ ડ્યુટી પૂર્ણ કરીને ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પાછા આવ્યા હતા. રૂમના પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધો મોડી રાત સુધી તેઓ રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. આથી આસપાસના લોકોની મદદથી અંદર જઈને તપાસ કરતાં જ્હાનવીબેન રૂમના પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પંચનામાની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. 28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા છે. જો કે આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. મૃતકના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ હાલ તો સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતના ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરી રહી છે. જેથી આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવી શકે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગે વાસ્તવિક કારણો પરથી પડદો ઉંચકાશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું- સ્પેસમાં હથિયારો તૈનાત કર્યા:કયા હથિયારો, ક્યારે મોકલવામાં આવ્યા તે હજુ સીક્રેટ, ભારતના મિત્રનું લીધું નામ; અંતરિક્ષમાં યુદ્ધની તૈયારી?
    Next Article
    પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો:ટ્રેનમાં જામનગરથી યુપી જતા કોઈએ હેરાન કરતા અમદાવાદ ઉતર્યો, ફરિયાદ કરતા પો.સ્ટેશન લવાયો; ભાઈ સાથે પણ વાત કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment