Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્યુષણ પર્વનું મિચ્છામી દૂકડમ સાથે સમાપન:જૈનાચાર્યોના મુખેથી થયેલા બારસાસૂત્રના પઠન સાથે સંવત્સરીની ઉજવણી કરાઈ

    1 day ago

    પર્વાધિરાજ પર્યુષણની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાયા બાદ છેલ્લા દિવસ મંગળવારે સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરમાં આવેલાં શિખરબંધી દેરાસરોમાં સંવત્સરી પર્વે સવારે જૈનાચાર્યોના મુખેથી થયેલા બારસાસૂત્રના પઠનને સાંભળવા જૈન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સંવત્સરી પર્વે જૈન સમુદાયે એકબીજાને મિચ્છામી દુક્કડમ્‌ કહીને ક્ષમાયાચના કરી હતી, ભાવનગર શહેરના શ્વેતાંબર જૈન સમુદાય દ્વારા પર્વાધિરાજ પર્યુષણનું પર્વ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યું હતું, પર્યુષણ પર્વમાં શહેરના અનેક જૈન શ્રદ્ધાળુઓ 16 ઉપવાસ, અઠ્ઠઇ તપની જેવી આરાધનામાં લીન થયા હતા, ઉપરાંત દેરાસરોમાં ચાતુર્માતુમાસ માટે બિરાજમાન જૈનાચાર્યોના મુખેથી થતા સત્સંગ- પ્રવચનનો હજારો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો મંગળવારે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ હોઇ જૈન સમુદાય દ્વારા સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંવત્સરી પ્રસંગે દેરાસરોમાં બારસાસૂત્ર સાંભળવા જૈન ઉમટ્યાં હતાં. જૈનો એકબીજાને 12 માસ , 24 પક્ષ, 365 દિવસમાં, 10 મનના, 10 વચનના, 12 કાયાના, 32 દોષમાં જાણતા અજાણતા થયેલ ભૂલની મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા પણ માંગી હતી, જૈનોમાં જીવદયા અને ક્ષમાનું ઘણું મહત્વ છે ત્યારે જૈન સમાજ દ્વારા ક્ષમાપનાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેરાસરોમાં સંવત્સરી પર્વ અંતર્ગત સવારે જ્ઞાનપૂજા યોજાઇ હતી. ઉપરાંત સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી જૈનાચાર્યોના મુખેથી બારસાસૂત્ર-1200 શ્લોકનું પઠન થયું હતું. સંવત્સરી પર્વે બારસાસૂત્ર સાંભળવાનું અનન્ય મહત્વ હોઈ દેરાસરોમાં મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંજે 4 વાગે દેરાસરોમાં સંવત્સરીનું પ્રતિક્રમણ યોજાશે, પ્રતિક્રમણ દ્વારા જૈન સમુદાયે પાપનું પ્રાયશ્ચિત્ત કરી સંવત્સરીની ઉજવણી સાથે પર્યુષણ પર્વનું સમાપન થાય છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં વડાપ્રધાનના જન્મદિવસ પર રક્તદાન કેમ્પ:તાલુકા ભાજપ પરિવારે CHC સેન્ટરમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજન કર્યું
    Next Article
    ગોધરામાં ખનીજ માફિયાઓએ મામલતદારની ટીમ પર હુમલો કર્યો:કામગીરીમાં અડચણ ઊભી કરી ટીમ પર હુમલો, પાંચ આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment